Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા
ખંભાળિયા તા. ૧૨: રાજય સરકારના પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપક્રમે કલેકટરે જણાવ્યું હતું કે, આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારૃં મહત્ત્વપૂર્ણ આયોજન છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપે છે. આઈ.એન.એસ. કમાન્ડિંગ ઓફિસર શ્રી કેપ્ટન શશાંક શર્માએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગ રસિકોને આવકારીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરંપરાગત રાસ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ રાજ્યોના ૧૧ રાષ્ટ્રીય તથા ૩૨ આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઈન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial