Advertisement
Author: નોબત સમાચાર

મકરસંક્રાંતિ પર્વની ઉજવણીનું આયોજનઃ સત્સંગ-ભંડારો યોજાશે

જામનગર નજીકના ગોવિંદ જીવન આશ્રમમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: ગોવિંદ જીવન આશ્રમના સ્થાપક બ્રહ્મલીન પ.પૂ. શ્રોતિય બ્રહ્મનિષ્ઠશ્રી સદગુરૂ પ્રકાશાનંદ પુરીજી મહારાજ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સત્સંગ, પ્રવચન, ભજન, કીર્તન અને સમિષ્ટ ભંડારાનું આયોજન કરવામાં આવતા હતા. આ પરંપરા મુજબ આશ્રમના અધ્યક્ષ ગાદીપતિ પ.પૂ. પ્રેમાનંદ પુરીજી મહારાજ દ્વારા આ વર્ષે પણ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. જામનગરમાં જામનગર-રાજકોટ હાઈવે, શેલ ના પેટ્રોલપંપ પાસે, ગોવિંદ ભુવન આશ્રમમાં તા. ૧૪-૧-૨૬ના સવારે ૯ થી ૧૦ સુધી ભજન-કીર્તન, ૧૦ થી બપોરે ૧ સુધી સત્સંગ-પ્રવચન અને બપોરે ૧ થી ૨ સુધી પ્રસાદ ગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે મનિષભાઈ રાવલ મો. ૯૩૨૭૯ ૮૦૭૭૬નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh