Advertisement
Author: નોબત સમાચાર

વાંકાનેરની અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ માટે મકરસંક્રાંતિ પર્વે દાનની સરવાણી વહાવવા અપીલ

જામનગર-ખંભાળિયામાં પણ દાન સ્વીકારવાની વ્યવસ્થા

                                                                                                                                                                                                      

વાંકાનેર તા. ૧રઃ (લિતેશ ચંદારાણા  દ્વારા): સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને રાજ્યના ત્રણ-ત્રણ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત થયેલ અંધ-અપંગ, અશક્ત ગૌમાતાની સેવાની જ્યોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ-અપંગનો આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે.

માતા-પિતા જે કાળજીથી તેમના સંતાનોની સંભાળ રાખે તેવી પણ વિશેષ આ ગૌમાતાઓની સંચાલકો દ્વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલી-સૂકુ ઘાસ, ગોળ-ખોળ ઉપરાંત દરેક ગાયનું શારીરિક સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે નિષ્ણાત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એક્સીડન્ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્થા દ્વારા તેનાજ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્કાલિક સારવાર આપીને ગૌમાતાના બચાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ગૌમાતા માટે આઠ એકર જગ્યામાં ૧૦ મોટા શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઈ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબૂતરો વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કુદરતી આપત્તિ હોય કે માનવસર્જીત આપત્તી હોય, દુષ્કાળ, ભૂકંપ, કોરોના, લમ્પીવાયરસ જેવી આપત્તીના સમયે સંસ્થા દ્વારા તાબડતોળ જરૂરિયાતમંદ ગૌમાતાઅઓ અને સંસ્થાઓને મદદરૂપ બનીને ગૌમાતાઓને બચાવવાનો ટ્રસ્ટીઓ કાર્યરત રહે છે.

આ વર્ષે પણ વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળા દ્વારા દુષ્કાળ, ભૂકંપ તેમજ લોકડાઉન જેવા આપત્તી સમયે અન્ય ગૌસેવા કરતી સંસ્થાઓને પણ લીલા-સૂકા ઘાસ મોકલી પ્રેરણા રૂપી કાર્ય કરે છે. તા. ૧૪ મી જાન્યુઆરી મકર સંક્રાંતિના પાવન દિવે ગૌમાતા માટે દાન આપવાનો અનેરો દિવસ ગણવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે આપવામાં આવેલું દાન અનંત ફળ આપનારૂ બની રહે છે. દરરોજ ૧,૨૫,૦૦૦ થી વધુના ખર્ચને પહોંચી વળવા સૌરાષ્ટ્રના ગૌપ્રેમી, ગૌભક્તો, જીવદયા પ્રેમીઓ તથા જેમના મનમાં અબોલ જીવ પ્રત્યે માનવતા મહેકે છે એવા સર્વે શુભચિંતકો પાસે વાંકાનેર અંધ-અપંગ ગૌ આશ્રમના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી તથા જામનગર ગૌસેવા સમિતિએ દાન માટેની અપીલ કરતા આ અબોલ અંધ-અપંગ ગૌમાતાને સહાય કરી મા ભગવતીને રાજી કરીએ, અને ભગવાન શ્રીકૃષ્ણના કૃપાપાત્ર બનીએ. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા-સૂકા ઘાસચારાનો ભાવ પણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગૌશાળાની સ્થિતિ દયનીય બની જાય છે. ગાયોને નિભાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે, ત્યારે આવનારા ઉનાળાના દિવસો કાઢવા ગૌશાળા ચલાવતી સંસ્થાઓને વધુ કષ્ટદાયક દેખાય રહ્યા છે, ત્યારે ગૌભક્તોનો સાથ-સહયોગ અતિ આવશ્યક હોય, ૩૩ કરોડ દેવતાઓ જેનામાં રહેલા છે એવી આપણી આ ગૌમાતાને બચાવવા આવી સંસ્થાઓને મદદરૂપ થઈને આપણો મનુષ્ય જીવ સાકાર કરીએ.

વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાના ટ્રસ્ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતું જે કાર્ય શરૂ કર્યું છે, અંધ-અપગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે સાથસહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. આ વર્ષે પણ વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળા માટે નિયત સ્થળો પર ગૌ ભક્તો ગૌમાતા માટે દાન સ્વીકારશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh