Advertisement
Author: નોબત સમાચાર

ઈસરોએ છોડેલો 'અન્વેષા' ઉપગ્રહ અંતરિક્ષમાં અટવાયોઃ તમામ ૧૬ ગ્રહો અવકાશમાં ગાયબ!

વર્ષ-ર૦ર૬ ના પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ

                                                                                                                                                                                                      

શ્રીહરિકોટા તા. ૧રઃ ઈસરોનું ર૦ર૬ નું મિશન નિષ્ફળ ગયું છેઃ ડિફેન્સ સેટેલાઈટ 'અન્વેષા' અંતરિક્ષમાં ખોવાયો છે, અને તમામ ૧૬ ગ્રહો આકાશમાં ગાયબ થઈ ગયા છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના વર્ષ ર૦ર૬ ના પ્રથમ અને અત્યંત મહત્ત્વપૂર્ણ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. પીએસએલવી-સી૬ર રોકેટનું લોન્ચિંગ સફળતાપૂર્વક થયું હોવા છતાં તે તેના મુખ્ય સેટેલાઈટ 'અન્વેષા' (ઈઓએસ-એનઆઈ) ને નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

ત્રીજા તબક્કામાં આવેલી ખામીને કારણે રોકેટે તેની દિશા બદલી નાખી, જેના કારણે સમગ્ર મિશન નિષ્ફળ ગયું છે અને તમામ ૧૬ ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાઈ ગયા.

આ મિશન ૧ર જાન્યુઆરીએ શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ડીઆરઆઈડીઓ દ્વારા વિકસિત અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ 'અન્વેષા'ને ઓર્બિટમાં સ્થાપિત કરવાનો હતો. લોન્ચિંગના શરૂઆતના તબક્કાઓ સફળ રહ્યા હતાં.

જો કે, ત્રીજા સ્ટેજ (પીએસ૩) ના અંતમાં એક ગંભીર ખામી સર્જાઈ. આના કારણે લોન્ચનું ડેટા આવવામાં વિલંબ થવા લાગ્યો અને મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો. ત્રીજા સ્ટેજ પછી ચોથો સ્ટેજ શરૂ તો થયો, પરંતુ તે પછી કોઈ અપડેટ મળ્યું નહીં અને સેટેલાઈટ રોકેટથી અલગ થઈ શક્યો નહીં. મિશન નિષ્ફળ ગયા પછી ઈસરોના ચીફે એક નિવેદન જારી કરીને જણાવ્યું, 'ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને દિશામાં પરિવર્તન થઈ ગયું. આ અંગેના તમામ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જે પણ અપડેટ આવશે તે જણાવવામાં આવશે.' ઈસરોએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને જણાવ્યું કે, 'પીએસઆઈ-સી૬ર મિશનમાં પીએસ૩ સ્ટેજના અંતમાં એક ગરબડ થઈ. તેની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છ ે.'

'અન્વેષા' ઉપરાંત આ મિશનમાં ભારતના ભવિષ્યના સ્પેસ પ્રોગ્રામ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા અન્ય ઉપગ્રહો પણ હતાં, જે આ નિષ્ફળતાને કારણે નષ્ટ થઈ ગયા.

અયુલસેટ ઉપગ્રહો અવકાશમાં 'પેટ્રોલ પંપ' તરીકે ઓળખવામાં આવી રહ્યો હતો. તે ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ ટેનકોલોજીનું પ્રદર્શન કરવાનો હતો, તે ઉપરાંત એમઓઆઈ-ડી ઉપગ્રહ પણ ભારતની પ્રથમ ઓર્ષિટલ એઆઈ-અઈમેજ લેબોરેટરી અને વિશ્વનો સૌથી હલકો સ્પેસ ટેલિસ્કોપ પણ આ મિશનનો ભાગ હતો.

આમ ઈસરોના ર૦ર૬ ના પ્રથમ મિશનની નિષ્ફળતા માત્ર એક સેટેલાઈટની નિષ્ફળતા નથી, પરંતુ તે ભવિષ્યની અનેક નવીન ટેકનોલોજીઓ માટે પણ એક મોટો આંચકો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh