Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિ પર્વઃ સંસ્કૃતિ, સંગઠન, સેવા અને ઈતિહાસનો સુભગ સમન્વયઃ
જામનગર તા. ૧૨: જામનગરના આહિર સમાજ અને આહિર યુવા ગ્રુપ દ્વારા તા. ૧૪-૧-૨૦૨૬ના મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહ ભોજન અને રક્તદાન કેમ્પ સાથે "આશરાનો ધર્મ આહિર" નાટક પ્રસ્તુત કરવા સહિતના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરમા વસતા આહિર સમાજના લોકો સહભાગી થશે. આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પંદરમા સમૂહ ભોજન (મહાપ્રસાદ)નું આયોજન કરાયું છે. એકસુરતા સાથે સમાજમાં સંગઠન શક્તિ વધે અને આહિર સમાજ તથા અન્ય સમાજને પણ મદદરૂપ થાય તેવા ઉમદા ભાવ સાથે આ મહા પ્રસાદનું આયોજન કરાયું છે. સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી સમાજ એક તાંતણે બંધાઈ પ્રસાદ લેશે. આ સાથે જ માનવસેવાના ભાવ સાથે "મેગા બ્લડ ડોનેશન કેમ્પ" તા. ૧૪ના બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ કાર્યક્રમ સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બને તેવા લક્ષ્ય સાથે "આહિર દેવાયત બોદર"ના આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક "આશરાનો ધર્મ આહિર" પણ રાત્રે ૯ કલાકે પ્રસ્તુત થશે. માલદેભાઈ આહિર, કસુંબલ કલાવૃંદ-ઉપલેટા દ્વારા જામનગરની ધરતી પર પ્રથમ વખત આ નાટકની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. જામનગર ઓશવાળ-૨ મેઈન રોડ, આહિર સમાજ અને શ્રીજી હોલ વચ્ચેની કોર્પોરેશનની જગ્યામાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત આહિર જ્ઞાતિજનો, જામનગર આહિર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, આહિર યુવા ગ્રુપ જામનગર ના પ્રમુખ સંજયભાઈ કાંબરીયા, સુરેશભાઈ વસરા, મહેશભાઈ નંદાણીયા, વિજયભાઈ ધ્રાંગુ, શૈલેષભાઈ ગોજીયા, કુંભનભાઈ ગાગલિયા, પ્રવિણભાઈ ભારવડીયા, હેમંતભાઈ જોગલ, ગોવિંદભાઈ કોટા, કારૂભાઈ પાંઉ, પરબતભાઈ માડમ, હિરેનભાઈ માડમ, જીગરભાઈ માડમ, સામતભાઈ જોગલ, ધર્મેન્દ્રભાઈ આંબલીયા, નરેશભાઈ કરમુર, ભાવેશભાઈ ગાગીયા, કિશોરભાઈ રાવલીયા, સોલંકી, કરશનભાઈ ડેર સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial