Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીમાં એક ઝાટકે પ્રતિ કિલો રૂપિયા બાર હજારનો વધારો

ચાંદીમાં ચળકાટઃ સોનું ૧.૪૧ લાખને પાર

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧રઃ સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીમાં એક ઝટકે રૂ।. ૧ર,૦૦૦ થી વધુ ઉછાળો થયો છે. સોનું પણ રૂ।. ૧.૪૧ લાખને પાર પહોંચ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોમવારે સોના અને ચાંદીમાં રોકાણકારો માટે સોનાનો દિવસ ઉગ્યો છે. બન્ને કિંમતી ધાતુઓમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે, અને ભાવ ઐતિહાસિક ઊંભી સપાટીએ પહોંચી ગયો છે. એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, જેણે તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. જુનો બંધ ભાવ અગાઉના ટ્રેડીંગ સત્રમાં ૦પ માર્ચ-ર૦ર૬ વાયદાની ચાંદીનો ભાવ રૂ।. ર,પર,૭રપ પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. નવો ખૂલતો ભાવ (ઓપન) આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદીમાં રૂ।. ૧૦,૧૦૯ નો જંગી ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ રૂ।. ર,૬ર,૮૩૪ પર ખૂલ્યો.

દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ રૂ।. ર,૬પ,૩૯૦ ની સર્વકાલીન ઊંભી સપાટીએ પહોંચ્યો છે. આ રિપોર્ટ લખાય રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ રૂ।. ૧ર૦૩૦ (+૪.૭૯%) ના જબરદસ્ત ઉછાળા સાથે રૂ।. ર,૬૪,૭૦પ પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે અને તેણે પણ પોતાની નવી રેકોર્ડ સપાટી બનાવી છે. જૂનો બંધ ભાવ (પ્રી-ક્લોઝ) એમસીએક્સ પર ૦પ-ફેબ્રુઆરી,ર૦ર૬ વાયદાના સોનાનો ભાવ અગાઉના દિવસે રૂ।. ૧,૩૮,૮૧૯ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh