Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસ દ્વારા 'મનરેગા બચાવો' આંદોલનઃ વિક્સિત ભારત ગ્રામ-જી કાયદાને તાત્કાલિક પરત ખેંચવા ઉગ્ર માંગણી

પત્રકાર પરિષદમાં ૫ૂર્વ સાંસદ અને પ્રભારી નેતાનો આક્રોશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા 'મનરેગા બચાવો' આંદોલન ચાલી રહ્યું છે, જેમાં જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી પૂર્વ સાંસદ તથા પ્રભારી નેતાએ ભાજપ સરકારની આકરી ટીકા કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો કે નવો કાયદો ગુજરાતના ગ્રામીણ જીવન અને અર્થવ્યવસ્થા ઉપર સીધો હુમલો છે. તેમણે વિકસિત ભારત ગ્રાામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવા માંગણી કરી હતી.

આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા પ્રભારી નેતા પ્રગતિબેન આહીરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરૂ છે. વીબી-ગ્રામ-જી કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવા કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમૂદાયો સાથે દગો છે. દુષ્કાળ, પૂર, આદિવાસી વિસ્તાર, શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાને જીવનરેખા સમાન હતી. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરૂદ્ધ દેશવ્યાપી 'મનરેગા બચાવો' કાર્યક્રમની ઘોષણા કરી છે. આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરૃં છે અને તેને તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃ સ્થાપિત કરવો જોઈએ. નવા કાયદામં 'વીબી'નો અર્થ 'વિકસિત ભારત' નહીં પરંતુ 'વિનાશ ભારત' છે અને 'જી' નો અર્થ 'કેન્દ્રીકરણની ગેરંટી છે. જેમાં રાજય સરકારોની સંમતિ વિના ૬૦:૪૦ ફંડીંગ રેશિયો નક્કી કરવો એ બંધારણના અનુચ્છેદ રપ૮ નું ઉલ્લંઘન છે અને આ કાયદાની વેધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે. મનરેગા ર૦૦પ માં સર્વ સંમતિથી પસાર થયો હતો. જેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો અને તે સમયે સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણસિંહ હતાં.

ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મૂકાયો હતો. પરંતુ બીજેપીએ તેને જ નાબૂદ કરી દીધો છે. નવા કાયદા પ્રમાણે 'રોજગાર' મારો અધિકાર નથી. સરકારની મરજી પર નિર્ભર થઈ ગયો છે. ગ્રામ સભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને બધા નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી દીધા છે. પંચાયતો માત્ર કલાર્ક બની જશે. બજેટની મર્યાદા અને નોમેટિવ એલોકેશનને કારણે ફંડ ખતમ થતા કામ બંધ થઈ જશે. મોંઘવારી સાથે જોડાયેલી નિશ્ચિત મજૂરી ખતમ કરી દીધી છે.

ખેતીની પીક સિઝનમાં ૬૦ દિવસ કામ નહીં મળે જ્યારે ગામડાઓમાં સૌથી વધુ મુશ્કેલી હોય ત્યારે સરકાર કામ આપવાની ના પાડી શકશે. બાયોમેટ્રિક્સને પારદર્શિતાના બદલે બહિષ્કારનું હથિયાર બનાવવામાં આવ્યું છે. જેથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારથી વંચિત રહેશે. કેન્દ્રે મજૂરીમાં ૧૦૦ ટકાથી ઘટાડીને ૬૦ ટકા કરી દીધું છે. જેથી ગુજરાત સહિતના રાજયો પર ભારે આર્થિક બોજ પડશે. મહાત્મા ગાંધીજીનું નામ હાટવી મોટું અપમાન કર્યુ છે. ભાજપ ૧રપ દિવસની ગેરંટીનો દાવો કરે છે. પરંતુ ઓછા કેન્દ્રીય ભંડોળને કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું કામ મળશે, જેથી બેરોજગારી પલાયન અને ગામડાની અર્થવ્યવસ્થા નબળી પડશે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ હોદ્દેદારો બિપેન્દ્રસિંહ જાડેજા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, કાસમભાઈ જોખીયા, ભરતભાઈ વાળા, મહામંત્રી પ્રવિણભાઈ જેઠવા, અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh