Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ બાઈકના સ્પેરપાર્ટ છૂટા પાડી નખાયા!:
જામનગર તા. ૧૨: જામનગરના દરેડમાંથી ગયા મંગળવારની રાત્રે ચોરાઈ ગયેલા એક બાઈકની તપાસ કરી રહેલી પોલીસે ખોડિયારનગર પાસે ચોરાઉ બાઈકને છૂટુ પાડી રહેલા એક શખ્સને દબોચી લીધો છે. તેણે કાયદાથી સંઘર્ષિત કિશોરોને સાથે રાખી અન્ય એક સ્કૂટર પણ ચોર્યાની કબૂલાત કરી છે. પોલીસે બાઈકના છૂટા પાર્ટ તથા સ્કૂટર કબજે કરી લીધા છે.
જામનગરના દરેડ પાસે આવેલી વાસણની એક દુકાન પાસેથી ગઈ તા.૭ના દિને રૂપિયા અડધા લાખના બાઈકની ચોરી થઈ ગયાની પોલીસમાં દેવજોગભાઈ વિજાણીએ ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડના વડપણ હેઠળ સ્ટાફે શરૂ કરી હતી.
તે દરમિયાન જામનગરના ખોડિયારનગર પાસે તુલસી પાર્ક પાછળ દીવાલ નજીક બાવળની ઝાળીઓમાં એક શખ્સ ચોરાઉ લાગતા બાઈકના સ્પેરપાર્ટ છૂટા કરી તેને સગેવગે કરવાની તજવીજ કરતો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પોલીસે રામેશ્વરનગરના કે.પી. શાહની વાડી વિસ્તાર નજીક નંદન પાર્કમાં રહેતો પિયુષ જયસુખભાઈ પરમાર ઉર્ફે પ્રિન્સ નામનો શખ્સ મળી આવ્યો હતો.
આ શખ્સ એક બાઈકના સ્પેરપાર્ટ છૂટા કરતો હતો તેની પૂછપરછ કરાતા તેણે જીજે-૧૦-ઈડી ૧૮૪ નંબરનું બાઈક ચોર્યાની કબૂલાત આપવા ઉપરાંત કાયદાથી સંઘર્ષિત કિશોરોને સાથે રાખી જીજે-૧૦-ઈબી ૪૫૬૫ નંબરનું એક્સેસ પણ ચોર્યાની કબૂલાત આપી છે. પોલીસે બાઈકના છૂટા સ્પેરપાર્ટ તથા રૂ।.૫૦ હજારનું સ્કૂટર મળી રૂ।.૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial