Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઉત્તરાયણ પર પતંગ સાથે ફુગ્ગાનો ટ્રેન્ડ

મોંઘવારીના માંજાથી તેજીની પતંગ કપાઈ હોવા જેવી સ્થિતિઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં મકરસંક્રાંતિનું પર્વ નજીક આવતા પતંગોત્સવ મનાવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર પતંગોત્સવ ઉજવવો એ અમદાવાદ અને રાજકોટની પ્રથા છે. પરંતુ છેલ્લા દોઢ દાયકામાં જામનગરમાં પણ પતંગોત્સવ ઉજવવાની પરંપરા વધુને વધુ 'ચગતી' જાય છે. મકરસંક્રાંતિની પૂર્વ રાત્રિએ રણજીતરોડથી આગળ લંઘાવાડના ઢાળીયા પાસે પતંગ બજાર જામે છે. જ્યાં રાજકોટની સદર બજાર જેવી ભીડનાં દૃશ્યો જોવા મળે છે.

આ વર્ષે વાત કરીએ તો હજુ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. એટલે તેજીનો પતંગ કપાયો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. સરેરાશ ૧૫ થી ૨૦ ટકા જેવા ભાવ વધારાને કારણે પતંગમાં જોઈએ એવી ખરીદી હજુ થઈ નથી. આ વખતે પતંગમાં પરંપરાગત સ્ટાઈલની પતંગો ઉપરાંત ઓપરેશન સિંદૂરની થીમવાળા પતંગો દેશપ્રેમની ઉડતી નિશાનીની જેમ વેચાઈ રહ્યા છે. અવનવા પતંગોની સાથે આ વર્ષે પ્લાસ્ટિક મટીરીયલ જેવા ફુગ્ગાઓનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે. હાથી, માછલી, બાજ જેવા પશુ-પક્ષીઓ ઉપરાંત કાર્ટૂન કેરેક્ટરનાં ફુગ્ગાઓ પતંગ તરીકે વેચાઈ રહ્યા છે અને બાળકોમાં આકર્ષણ જગાવી રહ્યા છે. પતંગના વેપારીઓને ઉત્તરાયણનાં આગલા દિને ખરીદીમાં ઉછાળો આવવાની આશા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh