Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઢવી સમાજમાં પ્રસર્યાે શોકઃ
ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયામાં ટ્રાવેલ્સના અગ્રણી ધંધાર્થીના પુત્રનું હૃદયરોગનો હુમલો આવ્યા પછી મૃત્યુ નિપજતા શોકની લાગણી પ્રસરી છે.
ખંભાળિયા શહેરમાં ગાયત્રીનગર પાસે રહેતા અને ટ્રાવેલ્સના અગ્રણી ધંધાર્થી કરશનભાઈ ધારાણીના પુત્ર ભરતભાઈ (ઉ.વ.ર૧) બે દિવસ પહેલાં પોતાના ઘેર ભોજન કરવા માટે બેઠા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા.
આ યુવાનને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવાયા પછી વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું અવસાન થયું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યા પછી બ્રેઈનસ્ટોક આવતા તેમનું મૃત્યુ થયું છે. ગઢવી સમાજના આ યુવાન પોતાના પિતાના સંતાનોમાં મોટા પુુત્ર હતા. થોડા સમય પહેલાં જ તેઓનું વેવિશાળ થયું હતું. આ બનાવે ગઢવી સમાજમાં શોક પ્રસરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial