Advertisement
Author: નોબત સમાચાર

અંધાશ્રમ પાસે ૧૪૦૪ જર્જરીત આવાસનો વપરાશ બંધ કરવા જામ્યુકો. દ્વારા અનુરોધ

જર્જરીત હાલતમાં હોવાથી

જામનગર તા. ૩૧: જામનગરમાં અંધાશ્રમ નજીકના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો જર્જરીત મકાનોનો હજુ વપરાશ ચાલુ હોવાથી આજે મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને રહેવાસીઓને મકાન ખાલી કરી નાખવા સમજાવાયા હતાં. આ સમયે અનેક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં.

જામનગરમાં બે દાયકાથી વધુ સમય પહેલા નિર્માણ કરાયેલા ૧૪૦૪ આવાસ યોજનાના ફલેટ હાલ જર્જરીત હાલતમાં જે ગમે ત્યારે અકસ્માત નોતરી શકે છે. આથી આ ફલેટનો વપરાશ બંધ કરવા માટે અગાઉ પણ અનેક વખત સૂચનાઓ આપવામાં આવ્યા પછી આજે પણ આખરી ચેતવણી માટે સ્લમ શાખાના અધિકારી અશોક જોષીની આગેવાનીમાં એક ટૂકડી આવાસમાં પહોંચી હતી અને આ જર્જરીત અને જોખમી આવાસનો વપરાશ બંધ કરી અન્ય સ્થળે રહેઠાણ કરવા સૂચના આપી હતી.

આ સમયે ટીમ દ્વારા આવાસના રહેવાસીઓને સમજાવવામાં આવ્યા હતાં તથા લોકો પણ ટોળે વળતા હતાં. જો કે, આમછતાં અમુક ફલેટમાં લોકોએ વસવાટ ચાલુ રાખ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh