Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંચ લેનાર અને આપનાર બન્ને સામે પગલાં લેવા જરૂરીઃ પ્રત્યાઘાતો
રાજકોટ તા. ૩૧ : રાજકોટના ગેમઝોનના મુદ્દે એસઆઈટીની તપાસ ચાલી રહી છે, જ્યારે લાંચ આપી હોવાના નેતાના એકરાર છતાં કેસ કેમ ન નોંધાવાયો તેવા સવાલો ઉઠ્યા છે.
રાજકોટના ટીઆરપી ઝોનના મુદ્દે તરફ તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ રામભાઈ મોકરિયાએ પણ લાંચ આપવી પડી હોવાના જાહેરમાં કરેલા નિવેદનને લઈને પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ કરવા નિમાયેલી સીટે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે જેમાં ચોકાવનારા તારણો હોવાનું બહાર આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, ટીઆરપી ગેમઝોન છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ધમધમી રહ્યું હતું. એટલું જ નહીં, ગેમ ઝોને વિના મંજૂરીએ પાકુ બાંધકામ કર્યું તેમ છતાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ચકાસણી જ કરી ન હતી. એ વાતનો ય ખુલાસો થયો છે કે, ગેમઝોનના સંચાલકોએ ટેમ્પરરી બાંધકામ માટે પણ કોઈ મંજુરી લીધી ન હતી.
રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી રિપોર્ટમાં ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા છે. એવા તારણો બહાર આવ્યા છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાનની ઘોર બેદરકારી આ આખીય આગ કરૂણાંતિકા માટે જવાબદાર ેછે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માત્ર ૪ થી પ ફૂટની એક જ સીડી હતી. આ કારણોસર આગ લાગી ત્યારે સીડી જ તૂટી પડી હતી પરિણામે લોકો નીચે ઉતરી શકયા નહી અને જીવતા ભૂંજાયા હતાં.
મહત્ત્વની વાત એ છે કે, બિનખેતીની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હતી છતાંય ભ્રષ્ટ અધિકારીઓને મેલા પીપણાથી બધુય લોલલોલ ચાલી રહ્યું હતું. સ્થાનિક ફાયર ઓફિસરે ગેમઝોનની સ્થળ વિઝિટ કરી ન હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ તપાસ કરવાનું ટાળ્યું હતું. આમ, સીટના રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી સામે આવી છે. હવે સીટના પ્રાથમિક રિપોર્ટ આધારે સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
બીજી તરફ તાજેતરમાં ભાજપના નેતા અને સાંસદ રામભાઈ મોકરિયાએ પણ ૭૦ હજાર જેવી લાંચ આપવી પડી હતી, તેવા જાહેરમાં થયેલા નિવેદન પછી તેની સામે કેસ કેમ નથી થયો ? તેવો લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે લાંચ આપનાર અને લેનાર બન્ને ગૂનેગાર બને તેવો કાયદો છે. આ મુદ્દો પણ ગરમાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial