Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આકરા તાપ અને બફારાના જનજીવન પ્રભાવિતઃ મહત્તમ તાપમાન ૩૮.પ ડીગ્રી યથાવત્

રોગચાળો વધતા દવાખાના-હોસ્પિટલોમાં ભીડ

જામનગર તા. ૩૧: જામનગરમાં પડી રહેલા આકરા તાપ અને બફારાના આક્રમણથી જનજીવન પ્રભાવિત થયું છે. રોગચાળામાં વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૮.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૮.પ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન ર૯.૪ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.

નગરમાં સતત બીજા દિવસે પણ મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી નજીક રહેતા ગઈકાલે પણ બપોરે આકરો તાપ અનુભવાયો હતો. અસહ્ય ગરમી અને બફારાના આક્રમણના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રોગચાળામાં વધારો થયો છે. શરદી, માથામાં દુઃખાવો, પાચનતંત્રને લગતી સમસ્યાના કેસો સરકારી તથા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આકરા તાપ અને બફારાના ડબલ એટેકથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

ગરમીમાં રાહત મળે તે માટે લોકો કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત એસી, એરકૂલર, તથા ઠંડાપીણાનો પણ સહારો લઈ રહ્યા છે.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાંચ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh