Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા
જામનગર તા. ૩૧: જામનગર જિલ્લાની જાહેર જનતા તથા જનપ્રતિનિધિઓ દ્વારા ૧૦ રૂપિયાના સિક્કા દુકાનદારો-વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવતા નથી તેવી ફરિયાદ-રજુઆતો વારંવાર મળી છે. જેને લીધે સામાન્ય જનતામાં ૧૦ રૂપિયાના સિક્કાનો ઉપયોગ હવે બંધ થઈ ગયેલ છે અને બેંકો દ્વારા પણ ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારવામાં આવતા નથી તેવી ખોટી અવધારણા ઊભી થઈ છે.
જેથી આ બાબતે તમામ બેંકોમાં ૧૦ રૂપિયાના સિક્કા ભારત સરકાર દ્વારા માન્ય થયેલ ચલણ છે, જે દરેક બેંકમાં સ્વીકારવામાં આવે છે તે બાબતે તમામ શાખાઓની બહાર જાહેર જનતા સપષ્ટ રીતે વાંચી શકે તે મુજબના સાઈનબોર્ડ તૈયાર કરી લગાવવાના રહેશે તેમજ તે મુજબ થયેલી કાર્યવાહી અંગેના ફોટોગ્રાફ્સ સહિતનો અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરીને મોકલી આપવાનો રહેશે.
જામનગર જિલ્લા કલેક્ટરે એક નિવેદનમાં જાહેર જનતા, વેપારીઓ, દુકાનદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રૂપિયા દસનો સિક્કો તે ભારત સરકારનું માન્ય ચલણ છે, તેનો અસ્વીકાર કરી જ ન શકાય. રૂપિયા દસના સિક્કા અંગેની ગેરસમજ દૂર કરી રોજબરોજની સામાન્ય લેવડ દેવડમાં છૂટથી ઉપયોગ કરવા તેમણે અપીલ કરી છે. આ ઉપરાંત લીડ બેંકના માધ્યમથી તમામ બેંકોને પણ રૂપિયા દસના સિક્કા સ્વીકારવામાં આવે છે તેવા બોર્ડ મૂકવા અને ગ્રાહકો પાસેથી સ્વીકારવાની સૂચના આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial