Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના માલવાહક વહાણની સિકોતેર ટાપુ પાસે જળસમાધિઃ એક ખલાસી ગુમ

બાકીના આઠ ખલાસીને બીજી બોટે ઉગામી લીધાઃ

સલાયા તા. ૩૧: સલાયાના એક વહાણવટી આસામીનું માલવાહક વહાણ સિમેન્ટ ભરીને રવાના થયા પછી દરિયામાં વાતાવરણ પલટાતા વહાણ હિલોળે ચડ્યું હતું. આ વહાણે સિકોતેર ટાપુ પાસે જળસમાધિ લઈ લીધી છે. તેમાં રહેલા નવ પૈકીના આઠ ખલાસીનો બચાવ થયો છે અને એક ખલાસી ગુમ થઈ ગયા છે. તેઓની ભાળ મેળવાઈ રહી છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં વસવાટ કરતા વહાણવટી હનીફભાઈ કાસમભાઈ સંઘાર નામના આસામીનું સાડા સાતસો ટનની ક્ષમતાનું સફીના અલ જીલાની નામનું વહાણ નવ ખલાસી સાથે ગઈ તા.૨૬ના દિને સિમેન્ટ ભરીને યમન તરફ રવાના થયું હતું.

આ માલવાહક વહાણ બુધવારે સવારે જ્યારે યમનના સ્કોટ્રા પોર્ટ પાસે પહોંચ્યું ત્યારે પલટાયેલા વાતાવરણના કારણે હિલોળે ચઢ્યું હતું. બીડીઆઈ ૨૮૪ નંબરનું આ વહાણ હાલક દોલક થયા પછી તેમાં રહેલા નવેય ખલાસીઓએ આંખો સામે મોત ભાળી લીધુ હતું. તે પછી આ વહાણે સિકોતેર ટાપુ પાસે જળસમાધિ લીધી છે.

આ ખલાસીઓએ જીવ બચાવવા માટે મરણીયા પ્રયાસ શરૂ કર્યા પછી યમનની એક ફીશીંગ બોટે તેમાંથી આઠ ખલાસીને ઉગારી લીધા છે. જ્યારે આદમ હસન નામના ખલાસી દરિયાના અફાટ પાણીમાં ગુમ થઈ ગયા છે. તેઓની ભાળ મેળવવા તજવીજ કરાઈ રહી છે.

ઉપરોક્ત બનાવ અંગે ઈન્ડિયન સેલીંગ વેસલ એસોસિએશનના મંત્રી આદમ ભાયાએ ઈન્ડિયન એમ્બેસીને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh