Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. મોદી, કંગના રનૌત, રવિ કિશન, પવનસિંહ સહિતના દિગ્ગજો મેદાનમાં: ચોથી જૂને મતગણતરી
નવી દિલ્હી તા. ૩૧: લોકસભાની ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે. આ તબક્કામાં વરાણસીથી પી.એમ. મોદી ઉપરાંત કલાકારો તથા દિગ્ગજો મેદાનમાં છે.
લોકસભા ચૂંટણી-ર૦ર૪ ના સાતમા અને અંતિમ તબક્કામાં શનિવારે (૧ જૂન) ના ૭ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશની પ૭ બેઠકો પર મતદાન થશે. વર્ષ ર૦૧૯ માં આ બેઠકોમાંથી ભાજપ મહત્તમ રપ, ટીએમસી ૯, બીજેડી ૪ જેડીયુ અને અપના દળ (એસ) ર-ર, આઈએમએમ માત્ર ૧ બેઠક જીતી શક્યું હતું. પંજાબને કારણે કોંગ્રેસને ૮ સીટો મળી હતી.
આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ૩ કેન્દ્રિય મંત્રી આર.કે. સિંહ, રવિશંકર પ્રસાદ અને અનુરાગ ઠાકુર મેદાનમાં છે. કલાકારો કંગના રનૌત, રવિ કિશન, પવનસિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્યસિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાતમા તબક્કાની ચૂંટણીમાં ૯૦૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ૮૦૯ પુરુષ અને ૯પ મહિલા ઉમેદવારો છે.
આ તબક્કામાં સૌથી ધનિક ઉમેદવાર હરસિમરત કૌર બાદલ છે, જે પંજાબના ભટિંડાના ઉમેદવાર છે. તેમની પાસે ૧૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે. પ૪ર લોકસભા સીટોના છઠ્ઠા તબક્કા સુધી ૪૮પ સીટો પર મતદાન થયું છે. છેલ્લી પ૭ બેઠકો પર ૧ જૂને મતદાન થશે. ગુજરાતમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરિફ ચૂંટણી જીતી છે, તેથી માત્ર પ૪ર બેઠકો પર જ મતદાન થઈ રહ્યું છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર ૧૯૯ ઉમેદવારો એવા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ૧પપ ઉમેદવારો એવા પણ છે જેમની સામે હત્યા અને અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે. જેમાંથી ૧૩ ઉમેદવારોને કોઈને કોઈ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ૪ ઉમેદવારો સામે હત્યાના કેસ અને ર૧ ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે. ર૭ ઉમેદવારો સામે મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસ નોંધાયા છે. ૩ ઉમેદવારો સામે બળાત્કારનો કેસ (આઈપીસી-૩૭૬) નોંધવામાં આવ્યો છે. તે જ સમયે ભડકાઉ ભાષણ આપવા બદલ રપ ઉમેદવારો સામે કેસ નોંધવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના ૯૦૪ ઉમેદવારોમાંથી ૩૩ ટકા એટલે કે ર૯૯ કરોડપતિ છે. આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૩.ર૭ કરોડ રૂપિયા છે. ભાજપના સૌથી વધુ ૪૪ ઉમેદવારો કરોડપતિ છે. બંજાબના ભટિંડાથી ઉમેદવાર હરસિમરત કૌર બાદલ સૌથી અમીર ઉમેદવાર છે. તેમની પાસે ૧૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આ યાદીમાં બીજુ નામ બીજુ જનતા દળના બૈજયંત પાંડા (રૂ. ૧૪૮ કરોડ) અને ત્રીજુ નામ બીજેપીના સંજય ટંડન (રૂ. ૧૧૧ કરોડ) નું છે. શિરોમણી અકાલી દળના તમામ ૧૩ ઉમેદવારો, આમ આદમી પાર્ટીના તમામ ૧૩ ઉમેદવારો અને બીજુ જુનતા દળના તમામ ૬ ઉમેદવારો કરોડપતિ છે. એસપીના ૯, ટીએમસીના ૮, કોંગ્રેસના ૩૦ અને સીપીઆઈએમના ૪ ઉમેદવારો પાસે ૧ કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં જગતસિંહપુર, ઓડિશાના ઉત્કલ સમાજના ઉમેદવાર ભાનુમતી દાસ છે. તેમની પાસે ૧પ૦૦ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય પંજાબના લુધિયાણાથી જન સેવા ડ્રાઈવર પાર્ટીના રાજીવ કુમાર મેહરા અને પશ્ચિમ બંગાળના જાદવપુરથી અપક્ષ ઉમેદવાર બલરામ મંડલ પાસે કુલ રપ૦૦ રૂપિયાની સંપત્તિ છે. આ તબક્કાની ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે. હવે ચોથી જૂને મતગણતરી થશે, ત્યાં સુધી એક્ઝિટ પોલ્સના તારણો રજૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial