Advertisement
Author: નોબત સમાચાર

સરકારની એડવાઈઝરીનો છડેચોક ભંગ કરનારા બીજ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માંગણી

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા

જામનગર       તા. ૩૧ : ગુજરાત સરકારે બિયારણનાં કાળા બજાર, અનધિકૃત બિયારણનું વેચાણ, રાસાયણિક ખાતરો સાથે નેનો ખાતર સિવાયના અન્ય ખાતરો ફરજિયાત નહીં આપવા સ્પષ્ટ શબ્દોમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

આ સંજોગોમાં ગુજરાતના સીડઝ્ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટીવી ચેનલ પર સરાજાહેર એવું મંતવ્ય આપ્યું અને જાહેરમાં સ્વીકાર કર્યો કે હાલ માર્કેટમાં જે બીટી કોટનનું બિયારણ છે તે નકલી નથી પણ અનધિકૃત છે. અર્થાત્ આ કૃત્ય કાયદા વિરૂદ્ધનું છે.

સીડઝ એસો.ના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અમે ભારત સરકાર અને ગુજરાત સરકાર સમક્ષ બિયારણને અધિકૃત કરવા, માન્યતા આપવા રજુઆત કરી છે. મતલબ કે હજુ સુધી આ બિયારણને માન્યતા મળી નથી.

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલીયા, જામનગર જિલ્લ કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા, પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, જિ.પં. સભ્ય જે.પી. મારવીયા, જે.ટી. પટેલ, કોંગ્રી કોર્પોરેટરો, પ્રદેશ પ્રતિનિધિઓ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ગુજરાતમાં જે બિયારણ પ્રતિબંધિત છે, અનધિકૃત છે તે બિયારણના ઉત્પાદન પર રોક લગાવવા, ઉત્પાદન કરાયેલા બિયારણના જથ્થાને સીઝ કરવા, ઉત્પાદન કરતી કંપનીઓને સીલ કરવા તેમજ અનધિકૃતનું ઉત્પાદન-વેચાણ કરવા બદલ જેલમાં નાખવા રજુઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં જે બિયારણ અનધિકૃત છે તેનું વેચાણ પણ બીલ વગર થઈ રહ્યું હોવાનું ખૂદ સીડઝ એસો.ના હોદ્દેદારોએ ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે ત્યારે રાજ્ય સરકારે તાકીદે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh