Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અણઘડ વહીવટનો નાદાર નમૂનો!
જામનગર તા. ૩૧: જામનગર શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવની દીવાલો કેટલાક સ્થળેથી ધસી પડી હતી. આ ઘટનાને લાંબો સમય વિતી જવા છતાં અને મનપા તંત્રનું જાગૃત નાગરિકોએ ધ્યાન દોર્યું હોવા છતાં તેના સમારકામ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
પરંતુ હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થવામાં છે, ગણતરીના દિવસોમાં જ વરસાદનું આગમન થવાનું છે ત્યારે આ દીવાલોનું રીપેરીંગ મનપા તંત્રએ શરૂ કર્યું છે! શું આ કામ વરસાદ પડે તે પહેલા પૂરૂ થઈ જશે? અને પૂરૃં ન થાય તો આ ક્ષતિગ્રસ્ત દીવાલો વળી પાછી એકાદ વર્ષ માટે જેમની તેમ જ રહેશે... એટલું જ નહીં, કામ કદાચ ઝડપથી પૂરૃં કરવામાં આવે તો પણ થોડા જ દિવસોમાં વરસાદ પડશે તો આ સમારકામની મજબૂતિ કેટલી રહેશે?
મનપા તંત્રના કોઈપણ જાતના દૂરંદેશી વગરના અણઘડ વહીવટના કારણે બેફામ ખર્ચ તો થાય જ છે, પણ તેની સામે ધાર્યું કામ થતું નથી તે હકીકત છે. જામનગર મનપા તંત્ર અને સત્તાધીશો માટે આમ જુઓ તો લાખોટા તળાવ દુઝણી ગાય જેવું બની ગયું છે. લાખોટા મુખ્ય તળાવ તેમજ એસ.ટી. બસ સ્ટેન્ડ સુધી વિસ્તરેલા પાછલા તળાવને ઊંડુ ઉતારવાના અભિયાનો હાથ ધરાયા પછી હવે કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન/ટ્રેકના બહાને હજારો લોકોને પાણીનો જથ્થો ડંકી-કૂવા-બોરના મારફતે પૂરો પાડતા પાછલા તળાવને માટીથી પૂરવાનું કામ ચાલુ થયું છે! આના હિસાબે લાખો લીટર પાણીનો સંગ્રહ ઓછો થશે. પાણીના સંગ્રહની નવી કોઈ વ્યવસ્થા વિચારવાની વાત તો દૂર રહી પરંતુ જે હૈયાત સંગ્રહની સુવિધા છે તેને પણ બુરવાની શરૂઆત થઈ છે, છે કોઈ પૂછાવાળું? મનપાના અણઘડ વહીવટનો આનાથી વધારે નાદાર નમૂનો ક્યો હોય શકેો
શહેરની મધ્યમાં લાખોટા તળાવ ફરતે ઓલરેડી એક ટ્રેક તથા અન્ય સુવિધાઓ તો છે જ હવે શહેરના અલગ અલગ વિકસી રહેલા વિસ્તારોમાં મનપા તંત્રને જે તે વિસ્તારના લોકોને અનુકૂળતા મળે તેવી ટ્રેકની સુવિધા આપી જ શકાય તેમ છે... પણ તે દિશામાં વિચારે છે કોણ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial