Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવાસી અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ
ખંભાળીયા તા. ૩૧: તાજેતરમાં દ્વારકા જિલ્લા સેવા સદનમાં નિવાસી અધિક કલેકટરશ્રીના માર્ગદર્શનથી સેવા સદનની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓની આરોગ્ય તપાસ માટેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. મેડિકલ કેમ્પમાં કુલ ૧પ૩ કર્મચારી-અધિકારીના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ર૦ કર્મચારીઓનું ડાયાબિટીશ અને ૧૭ કર્મચારીઓનું બ્લડ પ્રેસર પ્રાથમિક ધોરણે વધારે જોવા મળેલ હતું, જે કર્મચારીઓને આગળની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં, જ્યારે ૧૮ મહિલા કર્મચારીઓનું હિમોગ્લોબિન સામાન્ય કરતા ઓછું જોવા મળેલ હતું. ડાયાબિટીશ અને હાયપરટેન્શનની સારવાર ચાલુ હોય તેવા ૮ કર્મચારીઓ જોવા મળ્યા હતાં.
આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર જેવા રોગોને નિયંત્રણમાં રાખવા અને અટકાવવા માટે દરરોજ ૩૦ મિનિટથી વધુ શારીરિક પ્રવૃત્તિ કરવી, યોગ, પ્રાણાયમ કરવા નિયમિત ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો, વ્યસન ન કરવું, તેલ વાળી વસ્તુઓ ઓછો ઉપયોગ કરવો, વજનને નિયંત્રણમાં રાખવું વગેરે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત બ્લડ પ્રેસર અને ડાયાબિટીસની તપાસ કરાવવા જરૂરિયાત મુજબની કાળજી રાખવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial