Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ છાસવાલા નામની દુકાનમાંથી ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા નમૂના લેવાની કામગીરી કરી હતી તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટીસ ફટકારી રૂ. ૧૦ હજારની પેનલ્ટીની વસુલાત કરી હતી.
જામનગરના પટેલ કોલોની શેરી નં. ૯ સામે આવેલ છાસવાલા નામની દુકાનમાં એક ગ્રાહકે કેન્ડી ખરીદી હતી જેમાં જીવાત હોવાની ફરિયાદ ફૂડ શાખાને કરી હતી. તેથી ફૂડ શાખાના ઈન્સ્પેકટર ડી.બી. પરમાર અને એન.પી. જાસોલિયાએ છાસવાલામાં ચેકીંગ કર્યું હતું અને અલ્ફાનઝો કેન્ડીના નમુના લઈ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. ઉપરાંત હાઈજેનિક કન્ડીશન જાળવી રાખવા માટે નોટીસ આપવામાં આવી હતી. તેમજ રૂપિયા ૧૦,૦૦૦ ની પેનલ્ટીની વસૂલાત પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial