Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૌન વ્રત અને માત્ર પ્રવાહી સાથે ૪પ કલાક ગુજારશેઃ
કન્યાકુમારી તા. ૩૧: કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની 'ધ્યાન સાધના' ચાલુ છે. પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ ૬-૪પ વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન શરૂ કર્યું જે ૧ જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. પીએમ મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. તેમના ૪પ કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન પીએમ મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે.
વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીના ૪પ કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં ર હજાર પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન તકેદારી રાખશે.
વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા તિરૂવનંતપુરમાંથી ૯૭ કિ.મી. દૂર તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતાં જ્યાં તેમનું હેલિકોપ્ટર ૩૦૦ મીટર દૂર વિવેકાનંદ મંડપમની સામે ઉતર્યું હતું. વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા કે તરત જ કાફલો સીધો ભગવતી અમ્માન મંદિર તરફ ગયો, જ્યાં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલ જતા પહેલા પૂજા કરી હતી. ભગવતી અમ્માન મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં મળે છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને ૪ તારીખ પછી પર્મેનન્ટ મેડિટેશન હશે સાથે જ અખિલેશ યાદવથી લઈને મમતા બેનર્જી સુધી બધાએ પીએમની ટીકા પણ કરી. મમતા બેનર્જીએ કહ્યું કે દરેક ચૂંટણી પછી તેઓ એસીમાં બેસે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial