Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર દ્વારા
જામનગર તા.૩૧ : જામનગરમાં કાલાવડ નાકાથી કલ્યાણ ચોક સુધીનો બ્રીજ અત્યંત જર્જરીત હાલતમાં હોય આ પુલનું તાત્કાલિક મજબૂતિકરણ સાથે સમારકામ કરવા અથવા નવો પુલ બનાવવા જામનગર મનપાના વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
કાલાવડ નાકા થઈને કલ્યાણ ચોક સુધીનો બ્રીજ જે ૧૯૮ર માં બનેલ હતો જે બ્રીજ ઉપ્ર દરરોજ ર૦ હજાર ઉપરાંત લોકો અવર-જવર કરે છે. જેમાં ધોરાજી, કાલાવડ, જુનાગઢ, રાજકોટ બધા રસ્તાઓમાં એક માત્ર રસ્તો જોડતો બ્રીજ છે. જેમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, એસ.ટી. બસ, ખાનગી બસો પસાર થાય છે. અવાર-નવાર ટ્રાફિક જામ થાય છે. બ્રીજ એકદમ જર્જરિત છે ગમે ત્યારે અકસ્માત થાય તેમ ભય છે. ૭૦ થી ૮૦ ફૂટ જેટલી ઉંચાઈ છે બ્રીજ નીચે પાણી ભરેલું હોય છે. મોટી દુર્ઘટના આ બ્રીજ ઉપર બનવાની શકયા છે.
હાલ તે પુલ પર ઘણી જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયા પછી કટાયેલી લોખંડની ફ્રેમ પણ અમુક જગ્યાએ દેખાવા લાગી છે, આ બ્રીજ વર્ષો જુનો બ્રીજ અંદરથી ખોખલો થયો હોવાથી ગમે ત્યારે અકસ્માત બને તે પહેલા આ પુલનું સમારકામ થાય અથવા નવો પુલ બનાવવાની જરૂર પડે તો નવો બનાવવામાં આવે તેવી લાંબા સમયથી રજુઆત હોવા છતાં પુલનું કામ હજુ સુધી થયું નથી.
હાલે તે પુલ સાવ અતિ-બિસ્માર હાલતમાં હોય થોડા દિવસોમાં જ ચોમાસાની શરૂઆત થવાની હોય વધુ વરસાદ પડે તો આ પુલ પર મોટી જાનહાની થવાની શકયતા છે. આ પુલ જુનો હોય જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ નથી. આ પુલ પર કોઈ મોટું અકસ્માત બને તો જવાબદારી કોની ? માટે આ બ્રીજને રીનોવેશન અથવા નવું બનાવવા રજુઆત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial