Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતની ફરિયાદમાં આરોપીની કેસ રદ્દ કરવાની માગણી થઈ રદ્દ

ચેકની રકમ અદાલતમાં કરાવાઈ જમાઃ

જામનગર તા. ૩૧: જામનગરના એક આસામીએ પોતાના મિત્ર સાથે અદાલતમાં સમાધાન કરી રૂપિયા અઢી લાખનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કરાતા તે રકમ જમા કરાવી દઈ આ આસામીએ કેસ રદ્દ કરવા માગણી કરતા અદાલતે તેની અરજી રદ્દ કરી છે.

જામનગરના મુકુંદભાઈ મહેશભાઈ સોલંકી સાથે તેમના મિત્ર દીપક ભરતભાઈ છાયાએ અદાલત સમક્ષ સમાધાન કર્યા પછી તેની આપવાની થતી રકમ માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી મુકુંદભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

તે કેસ ચાલવા પર આવતા દીપકભાઈ છાયાએ ચેકની રકમ રૂપિયા અઢી લાખ અદાલતમાં જમા કરાવ્યા હતા અને પોતાની સામે કરાયેલો ચેક પરતનો કેસ રદ્દ કરવા અદાલત સમક્ષ અરજી રજૂ કરી હતી. અરજી અન્વયે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે દીપકભાઈની અરજી રદ્દ કરી છે. ફરિયાદી મુકુંદભાઈ તરફથી વકીલ અજય ઘુંચલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh