Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આગામી ૩ જૂને વર્લ્ડ સાયકલ દિને સાઈકલ રેલી

નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર કલબ દ્વારા

જામનગર તા. ૩૧: આગામી તા.૩-૬-ર૪ ના વર્લ્ડ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર કલબ દ્વારા જોય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯ વર્ષથી ઉપરના ભાઈઓ, બહેનો તથા બાળકો ભાગ લઈ શકે છે. જેમાં બધા જ સ્પર્ધકોને હળવો નાસ્તો, પાણી, સર્ટિફીકેટ આપવામાં આવશે.

તા.૩-૬-ર૪ ના સવારે ૬-૩૦ થી ૮-૩૦ સુધી સાયકલ રેલી યોજાશે. જે તળાવની પાળ ગેઈટ નં. ૧ થી શરૂ કરી અને જેએમસી સ્પોર્ટ સંકુલ, વિભાજી સ્કૂલ, પંચેશ્વર ટાવર, હવાઈ ચોક થઈને બાલા હનુમાન મંદિરના પટાંગણ પાસે સંપન્ન થશે. આ માટેની રજીસ્ટ્રેશન ફી પ૦ રૂપિયા રાખવામાં આવી છે વધુ વિગત માટે જીત સોની ૯૭રર૮ ૭ર૩૩૩ અથવા રોહિત પ્રજાપતિ ૯પ૧ર૧ પપ૦૪૦ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh