Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતીઓએ ૧૭૩૦૦ ફૂટ ઊંચાઈએ માઉન્ટ ફ્રેન્ડશિપ માઉન્ટેન પર લહેરાવ્યો તિરંગો

નો ડ્રગ્સ કેમ્પેઈન અંતર્ગત

જામનગર તા. ૩૧ : ભારત જ્યારે પોતાની વિશ્વગુરૂની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના ૧૯ સાહસિક યુવાઓની ટીમ દ્વારા તા. ર૮ મે ના ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ ૧૭,૩૦૦ ફૂટ છે, જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ્સ કેમ્પેઈન અંતર્ગત નો સંદેશ આપ્યો હતો.

ઈન્વિન્સિલ એન.જી.ઓ. ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઈઝેશન છે જેના દ્વારા આ યુવાઓને ર મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ પ કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેકટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વીડિયો લેકચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારપછી શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

તા. ર૧ મે ના મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને તા. ર૮ મે ના સમિટ કરી ૧૭૩૦૦ ફૂટની ઊંચાઈએ તિરંગો લેહરાવ્યો હતો તથા ઈન્વિન્સિબલ એન.જી.ઓ. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે. માટે નો ડ્રગ્સ કેમ્પેઈન નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઈન્વિન્સિબલ એન.જી.ઓ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

આ ૧૯ સાહસિક યુવાની ટીમમાં આ પૈકી વત્સલ કથીરિયા, નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયમ કાચા, આશુતોષ મહેતા, હેત પટેલ એ સફળતાપૂર્વક આરોહણ કર્યું જ્યારે સાર્થક જોષી, મથુર બજાણિયા, નિશીલ ગર્દેશિયા, બીજા યુવાન એ બીમાર પ્રતીયોગીની મદદ માટે તે ટોચથી ૧પ૦ ફીટ નીચે રહી ગયા અને ટીમ સ્પિરિટનું મજબૂત ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું. ઈન્વિન્સિબલના આ ૧૯ પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનિય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh