Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા મોખાણામાં ખેડૂત પર બે શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા. ૩૧: જામનગરના નવા મોખાણા ગામમાં એક ખેતર પાસે રીક્ષામાં અર્ધનગ્ન બેસેલા બે શખ્સને એક ખેડૂતે ટપારતા તેમના પર પથ્થર, ઢીકાપાટુથી હુમલો કરાયો હતો. જ્યારે પોતાના ભાભુના દાગીનાના બાકી પૈસા માંગતા સલાયાના યુવાનને બે શખ્સે માર મારી ગાળો ભાંડી હતી.
જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા હેમતભાઈ અરજણભાઈ બોરીચા બુધવારે બપોરે પોતાના ખેતરે ગયા ત્યારે ત્યાં જીજે-૧૦-ટીડબલ્યુ ૯૪૯૮ નંબરની રિક્ષામાં નાઘુના ગામના રામજી નાથાભાઈ કંબોયા અને જામનગરનો જતીશ અમૃતલાલ મકવાણા અર્ધનગ્ન હાલતમાં બેસેલા જોવા મળતા હેમતભાઈએ ત્યાંથી સ્ત્રીઓ પસાર થાય છે તેથી આમ ન બેસવાનું કહેતા બંને શખ્સે ગાળો ભાંડી હતી.
આ બાબતની હેમતભાઈએ મોટાભાઈને ફોન કરીને જાણ કરતા ઉશ્કેરાયેલા રામજી તથા જતીશે માથામાં પથ્થર માર્યા પછી પડી ગયેલા હેમતભાઈને ઢીકાપાટુથી માર માર્યાે હતો. પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં મુખ્ય બજાર પાસે રહેતા અરફાઝ અનવર ગજણના ભાભુ જુબેદાબેન ગજણ પાસેથી દસેક વર્ષ પહેલા સલાયાના જ મુસ્તાક તાલમ ભગાડે સોનાના દાગીના વેચાતા લીધા હતા. તેના પૈસા બાકી હતા. આ રકમની મંગળવારે અરફાઝે ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા મુસ્તાક તથા રશીદ સુલેમાન ચમડીયાએ ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી અરફાઝને માર માર્યાની સલાયા પોલીસમાં ફરિયાદ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial