Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હોટલ, સ્કૂલ, હોસ્પિટલ વગેરે મળી ૯૧ મિલકતોને સીલ મરાયા

વિકાસ પરવાનગી-ફાયર એનઓસી નહીં હોવાથી

જામનગર તા. ૩૧: રાજકોટના ગેમઝોનના અગ્નિ અકસ્માતના અનેક લોકોના મૃત્યુ પછી સફાળી જાગેલી સરકારે કડક આદેશ આપતા જ જાગૃત થયેલા જામનગર મહાનગરપાલિકાના કમિશનરે પણ તપાસ શરૂ કરાવી હતી જેમાં ગઈકાલે એક ટીમ દ્વારા ર૦ જેટલા રેસ્ટોરન્ટ સીલ કર્યા હતાં, જ્યારે અન્ય ટીમની ચકાસણીમાં વપરાશ પરવાનગી નહીં મેળવી નિયમ ભંગ કરનાર ૭૧ મિલકતો સીલ કરવામાં આવી હતી. આજે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી અને સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ શહેરમાં ચેકીંગ માટે અલગ-અલગ ટીમની રચના કરવામાં આવી છે.

ગઈકાલે એસ્ટેટ ઓફિસર એન.આર. દિક્ષિત, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ઉપરાંત સુનિલ ભાનુશાળી, અનવર ગજણ, યુવરાજસિંહ ઝાલા વગેરેની ટીમે ર૦ જેટલા રેસ્ટોરન્ટમાં ફાયર સુવિધાના અભાવના કારણે સીલ માર્યા હતાં.

ગઈકાલે દિવસ દરમિયાન કુલ ર૦ રેસ્ટોરન્ટ સીલ કરાયા હતાં જેમાં બેઠક રેસ્ટોરન્ટ, સાથે આર્ય ફૂડ પાર્સલ, રાધે રાધે રેસ્ટોરન્ટ, ઢોસા હાઉસ, ઢોસા ડોટ કોમ, ઢોસા કિંગ, જીજે-ફાઈવ-ઢોસા, ખોડિયાર હોટલ-રેસ્ટોરન્ટ, વિજયરાજ હોટલ, વૃન્દાવન રેસ્ટોરન્ટ, હાઈ વે-૧૦, યેલો પેપર, સુપર ફેમિલી રેસ્ટોરન્ટ, માલધારી હોટલ (ઠેબા ચોકડી), ઢાબા એ જામનગરી, સનાતન રેસ્ટોરન્ટ, દ્વારકાધીશ હોટલ (ઠેબા ચોકડી), ઓમ શાંતિ હોટલ, જલસા ગાર્ડન રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અન્ય ટીમો દ્વારા પણ ચેકીંગ દરમિયાન અનેક સ્થળે વપરાશ પરવાનગી, ફાયર એનઓસીનો અભાવ જોવા મળતા આવી ઈમારતો સીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા-સ્કૂલ, ટ્યુશન ક્લાસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ/શોપીંગ સેન્ટર, સિનેમા હોલ-મલ્ટી પ્લેક્સ, હોસ્પિટલ વગેરેમાં તપાસ દરમિયાન પ૧ પાસે વપરાશ પરવાનગી વિના ર૦ પાસે ફાયર સુવિધા-એનઓસી ઉપલબ્ધ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવ્યા હતાં.

આમ એક જ દિવસમાં ૯૧ જેટલા હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસને સીલ મારવામાં આવ્યા છે.

જામજોધપુરમાં પણ ફાયર એનઓસી મુદ્દે સીલીંગ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શ્રીજી રેસ્ટોરન્ટ, હેપ્પી લાઈક રેસ્ટોરન્ટ, રોલ ઢોસા રેસ્ટોરન્ટ અને મોમ્સ કાફે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh