Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા
જામનગર તા. ૩૧: ગુજરાતના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા એડમિશન પ્રક્રિયાની તપાસ કરવા તથા જે બિલ્ડીંગમાં એક શાળા ચાલતી હોય તે જ બિલ્ડીંગમાં નવી શાળા શરૂ કરવાની મંજુરી નહીં આપવા સુભાષભાઈ કેશવજી શાહ (ગડા)એ ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને જામનગરની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા સુભાષભાઈ શાહને તા. ૧પ-૬-ર૪ ના દિને તેમની ફરિયાદ-રજુઆતના સંદર્ભમાં જરૂરી આધાર-પુરાવા રજુ કરવા તાકિદ કરવામાં આવી છે જો તેઓ ગેરહાજર રહેશે તો વિગતોના અભાવ સાથે તપાસની કાર્યવાહી થશે. આ ઉપરાંત કેતન લખમશી શાહે સંઘ/ટ્રસ્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ થતું હોવાની કરેલી ફરિયાદમાં પણ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં તા. ૩-૬-ર૪ ના દિને આધાર-પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial