Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક પરિણીતા પાસે મંગાયા રૂ. ૫ લાખઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક યુવતીએ રાજકોટમાં રહેતા છ સાસરીયા સામે રૂ. પ લાખ માંગી ત્રાસ વર્તાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પ્રેમ લગ્ન કરનાર એક યુવતીએ પણ પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણી સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ કરી છે.
જામનગરની ડેન્ટલ કોલેજ પાછળ આવેલી માતૃઆશિષ સોસાયટીમાં રહેતા ધ્રુતીબેન રાજેશગીરી ગોસ્વામી નામના યુવતીના લગ્ન સવા ત્રણ વર્ષ પહેલાં રણજીતસાગર રોડ પર એક શાળા નજીક રહેતા ભરતસિંહ અશ્વિનસિંહ ચૌહાણ સાથે થયા પછી આ પરિણીતાને પતિ તેમજ સાસુ દિપ્તીબા, સસરા અશ્વિનસિંહ જોરૂભા, દિયર મિલનસિંહ, દેરાણી જાનકીબાએ અવારનવાર ત્રાસ આપી મારકૂટ કરતા અને ગાળો ભાંડતા હાલમાં પિયર પરત ફરેલા ધ્રુતીબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગુલાબનગર નજીક રામવાડી પાસે વસવાટ કરતા નંદનીબેન હરીશભાઈ પરમારના લગ્ન બે વર્ષ પહેલાં રાજકોટના પરસાણાનગરમાં રહેતા સુરેશ મનસુખભાઈ સોલંકી સાથે થયા પછી પતિ તેમજ જેઠ વિશાલ, જેઠાણી મમતાબેન, જેઠ અવિનાશ, જેઠાણી સરસ્વતીબેન, સાસુ તારાબેન મનસુખભાઈએ શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. રૂ. ૫ લાખ લઈ આવવાનું કહી મારકૂટ કરાતા હાલમાં પિયર પરત આવેલા નંદનીબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એન.એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial