Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પડઘમ શાંતઃ કાલે મતદાન
જામનગર/નવી દિલ્હી તા. ૩૧: આવતીકાલે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા જ શાસક પક્ષ અને વિપક્ષોએ વિજયના દાવા તો કર્યા છે, પરંતુ તેઓના આંતરિક સર્વેમાં ચિત્ર સ્પષ્ટ થતું નથી અને કન્ફ્યુઝન છે, તેવી વાતો વહેતી થઈ છે. આજે પ્રચાર-પડઘમ શાંત થયા પછી ડોર-ટ-ડોર પ્રચાર થઈ રહ્યો છે અને પીએમ મોદી કન્યાકુમારીમાં ધ્યાનમાં બેસી ગયા છે!
એક્ઝિટ પોલ્સ
કેટલા વિશ્વસનિય?
લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પૂરા થયા પછી ૪ જૂને પરિણામો આવશે, પરંતુ તે પહેલા છેલ્લા તબક્કાના મતદાન પછી નિયત સમયાંતરે એક્ઝિટ પોલ્સ પણ રજૂ થવાના છે, તેની તૈયારીઓ પણ વિવિધ સર્વે એજન્સીઓ તથા મીડિયા હાઉસ કરી રહ્યા હશે. એક્ઝિટ પોલ્સ કેટલા સાચ પડે છે, અને કેટલા ખોટા ઠરે છે, તેના કરતા યે તેના આધારે રાજકીય પક્ષોમાં થતી હલચલ અને હિલચાલ પણ મહત્ત્વપૂર્ણ હોય છે. જે ઘણી વખત મનોરંજન પણ બની જતી હોય છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભવિષ્યવાણી કરી છે કે, આ વખતે બીજેપી ૧૪૦ બેઠકો પણ માંડ મેળવશે, જ્યારે કેટલાક વિપક્ષી નેતાઓ ઈન્ડી એલાયન્સની ૩૦૦ થી વધુ બેઠકોનો દાવો પણ કરી રહ્યા છે, ત્યારે આવતીકાલે મતદાન પૂરૃં થયા પછી શરૂ થનારા એક્ઝિટ પોલ્સ શું કહે છે, તે જોવાનું રહે છે.
વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦રર વચ્ચે થયેલી લોકસભા-વિધાનસભાઓની ચૂંટણીઓના એક્ઝિટ પોલ્સને લઈને માથાપચ્ચી શરૂ થઈ ગઈ છે અને એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે, તેના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે.
વર્ષ ર૦૧૯ ના એક્ઝિટ પોલ્સ
વર્ષ ર૦૧૯ ના વિવિધ એક્ઝિટ પોલ્સ પર ઊડતી નજર કરીએ તો આજતક-એક્સિસ ઈન્ડિયાએ એનડીએને ૩૩૯ થી ૩૯૮, યુપીએને ૭૭ થી ૧૦૮ અને અન્યોને ૭૯-૧૧૧ બેઠકો મળશે, તેવી ધારણા કરી હતી. એબીપી-નીલ્સન દ્વારા એનડીએને ર૬૭, યુપીએને ૧ર૭ અને અન્યોને ૧૪૮, ઈન્ડિયા ટીવી-સીએનએક્સ દ્વારા એનડીએને ૩૦૦, યુપીએને ૧ર૦ અને અન્યોને ૧રર, ન્યૂઝ-૧૮-ઈપ્લોસ દ્વારા એનડીએને ૩૩૬, યુપીએને ૮ર અને અન્યોને ૧ર૪, ન્યૂઝ-ર૪-ચાણકયે એનડીએને ૩પ૦, યુપીએને ૯પ અને અન્યોને ૯૭, ટાઈમ્સના નાઉ-વીએમઆર દ્વારા એનડીએને ૩૦૬, યુપીએને ૧૩ર અને અન્યોને ૧૦૪, ન્યૂઝ નેશન દ્વારા એનડીએને ર૮ર થી ર૯૦, યુપીએને ૧૧૮-૧ર૬ અને અન્યોને ૧૩૦-૧૩૮ અને રિપબ્લિક-સીવોટર દ્વારા એનડીેએને ૩૦પ, યુપીએને ૧ર૪ અને અન્યોને ૧૧૩ બેઠકો મળશે તેવા અનુમાનો જાહેર કર્યા હતાં, જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપને ૩૦૩ સહિત એનડીએને ૩પ૩ બેઠકો મળી હતી. કોંગ્રેસને પર બેઠકો સહિત યુપીએને ૯ર અને અન્યોને ૯૭ બેઠકો મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial