Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દવા, તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૩૧: જામનગરના મોરકંડા રોડ પર સનસિટી પાસે એક શખ્સ ઓરડીમાં દવાખાનુ ચલાવતો હતો તેના કહેવાતા દવાખાના માં પોલીસે દરોડો પાડી જોવા માટે ડિગ્રી માંગતા આ શખ્સ ડોકટર ન હોવાનું ખૂલ્યું છે. દવા તેમજ તબીબી સાધનો કબજે કરી પોલીસ દ્વારા મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર વિસ્તારથી મોરકંડા તરફ જવાના રસ્તામાં સનસિટી ૧ નજીક એક ઓરડીમાં દવાખાનુ ચલાવાતંુ હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડા ની સૂચનાથી તે સ્થળે ધસી જઈ ચકાસણી કરી હતી.
ત્યાં આવેલી એક ઓરડીમાં કહેવાતું દવાખાનુ મળી આવ્યું હતું. તેમાં ડોક્ટર તરીકે દર્દીને તપાસી દવા આપી રહેલો ટીટોડી વાડી નજીક રહેતો હીદાઈતુલ્લાખાન અહદમખાન લોહાની નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે ડિગ્રી જોવા માંગતા આ શખ્સે પોતે ડોક્ટર ન હોવાનો ખુલાસો કર્યાે હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી દવા તથા તબીબી સાધનો મળી કુલ રૂ. ૯૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને તેની સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial