Advertisement
Author: નોબત સમાચાર

ભૂગર્ભ ગટર-ખાળકૂવાની સફાઈ કરાવનાર સામે લેવાશે કડક પગલાં: મૃત્યુ-દિવ્યાંગતા સહાય વધારાઈ

વર્ષ-ર૦૧૩ ના કાયદાથી સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં

જામનગર તા. ૩૧: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-ર૦૧૩ના કાયદા મુજબ સફાઈ કામદારો પાસે ભૂગર્ભ ગટર કે ખાળકૂવાની સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા હોવા છતાં આવું કૃત્ય કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરાશે. આ રીતે કામ કરનારના મૃત્યુ અને દિવ્યાંગતા સંદર્ભે સહાયની રકમમાં પણ વધારો કરાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે 'ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-ર૦૧૩ અમલમાં છે. આ કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઈ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઈ કરાવવા, ઊંડે ઉતરવા કે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે.

તેથી જામનગર જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલી ખાનગી મિલકત, સોસાયટીઓ, ફલેટસ, રહેણાંક વસાહતો, હોટલો, દુકાન, રેસ્ટોરન્ટસ, હોસ્પિટલ્સ, પેઢીઓ, કારખાનાઓ, સંસ્થાઓ, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો, સમાજવાડીઓ, ધાર્મિક મંદિરો, શાળા, કોલેજો કે હોસ્ટેલ્સ વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલી ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવા સાફ કરાવવા માટે કયારેય કોઈપણ સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર કે ખાળકૂવા સફાઈ કરાવવા માટે તેમને ઊંડે ઉતારવાના રહેશે નહીં કે તે માટે તેમને કોઈ ફરજ પાડી શકશે નહીં.

આ અધિનિયમની જોગવાઈ અનુસાર ગટર સફાઈ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ, સંસ્થાઓ, સોસાયટી કે કોન્ટ્રાકટર દ્વારા સફાઈ કામદારોને ગટર સફાઈ માટે રોકવામાં આવ્યા હોય, તો તે જવાબદાર વ્યક્તિ, સંસ્થાઓ, સોસાયટીઓ કે કોન્ટ્રાકટર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ રહેલી છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર ગટર ગુંગડામણને કારણે મૃત્યુ પામેલા સફાઈ કામદારોના મૃત્યુના કેસમાં સફાઈ કામદારોના વારસદારોને રૂ.  ૧૦ લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ સુપ્રિમ કોર્ટના અન્ય ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરીને રૂ.  ૩૦ લાખ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

જો ભોગ બનનાર મૃતકોના વારસદારોને જો રૂ.  ૧૦ લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય, તો તેવા તમામ વારસદારોને રૂ.  ૩૦ લાખનું ચૂકવણું કરવાનું રહેશે. તેમજ ગટર સફાઈ દરમ્યાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગત અનુસાર ન્યૂનતમ રૂ.  ૧૦ લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ રૂ.  ર૦ લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

આ આપણી કાનૂની ફરજ હોવાની સાથે માનવતાની દૃષ્ટિએ પણ આ જોખમી કામગીરી અને અપરાધ હોવાથી ગેસ ગળતરથી થતાં અકાળ મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરની તમામ જાહેર જનતાને અત્રે જણાવેલ તમામ બાબતોની ખાસ નોંધ લેવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh