Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણીઓ, નેતાઓએ દિલ્હી સુધી રજૂઆત કર્યા પછી
ખંભાળીયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર તરફ, દ્વારકા, સલાયા અને લાલપુર એમ તમામ દિશાઓમાં સારા રસ્તા હતાં, જ્યારે ખંભાલિયા, ભાણવડ રોડ પર ખંભાલિયાથી નીકળતા માંઝા ગામ પાસેથી જ અત્યંત બિસ્માર તથા ખાડા-ખડબાવાળો ખૂબ જ ખરાબ રોડ પંદર કિ.મી. જેટલો ફોટ ગામ સુધી હોય, વાહન ચાલકો ખૂબ પરેશાન થતાં હતાં. આ રસ્તા પર રોજ અપડાઉન કરતા ભાણવડના બ્રહ્મ યુવા અગ્રણી સામાજિક કાર્યકર આશિષ ભટ્ટ દ્વારા આ બાબતે ખંભાળીયાના અગ્રણી પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્યનું ધ્યાન દોરતા તેમણે સાંસદ પૂનમબેન માડમ તથા રાજયમંત્રી શ્રી મૂળુભાઈ બેરાને રજૂઆત કરતા તેમણે આ રસ્તો કેન્દ્ર સરકારની યોજનામાં હોય, દિલ્હી રજૂઆત કરી હતી તથા નેશનલ હાઈવેના પોરબંદરના અધિકારીશ્રી લખન ભવાનાનીને પણ રજૂઆત કરતા તેમણે તમામ દરખાસ્ત દિલ્હી મોકલી હતી. જે મંજૂર થતા બે દિવસથી માંઝા ગામથી ફોટ ગામની આગળ સુધીનો પંદર કિ.મી.નો ડામર રોડ પાંચેક કરોડના ખર્ચે નવો બનાવવાનો શરૂ થતા વાહન ચાલકોમાં આનંદ સાથે રાહતની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial