Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પાણીનો બોર કરવા જતા પ્રગટ્યો ગેસઃ ગેસની પાઈપ લાઈન તૂટી !

હિંમતનગર વિસ્તારમાં સારકામ દરમિયાન દુકાનદાર-શ્રમિક ભાગ્યા !

જામનગર તા. ૧૦: જામનગરના હિંમતનગર વિસ્તારમાં એક દુકાનદાર દ્વારા પોતાના આંગણે બોર કરવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે જમીન નીચેથી પસાર થતી ગેસ પાઈપલાઈન તૂટી જતા ગેસના ફૂવારા ઊડ્યા હતાં. આખરે બોરબેલના શ્રમિકો અને દુકાનદાર નાસી છૂટ્યા હતાં. આખરે મહાનગરપાલિકા અને ગેસ કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

જામનગરના હિંમતનગર વિસ્તારમાં એક દુકાનદારે પોતાની દુકાન પાસેની જગ્યામાં બોર કરાવવા માટેની કામગીરી ગઈકાલે શરૂ કરાવી હતી. આ માટે બોરવેલ કરતા શ્રમીકો સાધન-સામગ્રી સાથે આવી પહોંચ્યા હતાં અને જમીનમાં બોર કરવાની કામગીરી શરૂ કરી હતી, જ્યાં થોડીવાર પછી ગેસના ફૂવારા ઊડ્યા હતાં. આમ ગભરાયેલા બોરવેલ કામ કરતા શ્રમિકો અને દુકાનદાર તયાંથી નાસી છૂટ્યા હતાં. બીજી તરફ બનાવની જાણ થતા જ ગુજરાત ગેસ કંપનીનો સ્ટાફ તાબડતોળ દોડી આવ્યો હતો, અને મરામત કામગીરી શરૂ કરી હતી. એ પહેલા ગેસ સપ્લાય લાઈનને બંધ કરી દેવામાં આવી હતી. જમીનની નીચેથી પસાર થતી ગેસની પાઈપલાઈન ડેમેજ થતા ગેસ લીકેજીંગ શરૂ યયું હતું. આખરે ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે મરામત કામગીરી હાથ ધરી લીકેજીંગ બંધ કર્યું હતું. આમ થોડડા કલાકો માટે અનેક વિસ્તારમાં ગેસ સપ્લાય અટકી પડી હતી.

આ પછી મહાનગરપાલીકાની ટૂકડી ત્યાં આવી પહોંચી હતી અને બોરવેલનો કેટલોક ખાસ સામાન ત્યાંથી કબજે કર્યો હતો. આમ થોડા કલાકોના અંતે સ્થિતિ પૂર્વરત થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh