Advertisement
Author: નોબત સમાચાર

કૌટુંબિક બાબતથી માઠું લાગી આવતા હાડાટોડા ગામના યુવાને કર્યું વિષપાન

સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું:

જામનગર તા. ૧૦: ધ્રોલના હાડાટોડા ગામના એક યુવાને કૌટુંબિક બાબતથી માઠું લાગી આવતા ગયા સોમવારે કોઈ ઝેરી દવા પી લીધી હતી. વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવેલા આ યુવાન પર કાળનો પંજો પડ્યો છે. પોલીસે મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા વિજયસિંહ મનુભા જાડેજા નામના પાંત્રીસ વર્ષના યુવાને ગયા સોમવારે પોતાના ખેતરે જઈને કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડાયેલા આ યુવાનને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

મૃતકના મોટાભાઈ જગદીશસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. આ યુવાને કૌટુંબિક બાબતના કારણે ઝેર પી લીધાનું જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh