Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોર્ટુગીઝ ફ્લેગ શિપના ક્રુ મેમ્બરની મુક્તિઃ
નવી દિલ્હી તા. ૧૦: કતાર ૫છી ભારતની વધુ એક રાજદ્વારી જીત થઈ છે. ઈરાને ૫ ભારતીયોને મુક્ત કર્યા છે. ઈરાને ઈઝરાયેલનું એક પોર્ટુગીઝ જહાજ જપ્ત કર્યું હતું તેના ક્રુ મેમ્બરમાં ભારતીયો પણ સામેલ હતા.
કતારથી ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ સૈનિકોની સુરક્ષિત વાપસી બાદ ભારતને વધુ એક મોટી રાજદ્વારી સફળતા મળી છે. ઈરાને ઈઝરાયેલ સાથે જોડાયેલા પોર્ટુગીઝ કાર્ગાે જહાજમાં સવાર ૫ ભારતીયોને મુક્ત કર્યા છે. ભારતીયોની મુક્તિ માટે નવી દિલ્હીથી સતત રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. હવે તેહરાને ૫ ભારતીયોને મુક્ત કર્યા છે. ઈરાનમાં ભારતીય દુતાવાસના અધિકારીઓએ આ જાણકારી આપી છે.
હકીકતે ઈરાને પોર્ટુગીઝ ફલેગ શિપના ૭ ક્રુ મેમ્બરને મુક્ત કર્યા છે. આ માલવાહક જહાજ ૧૩ એપ્રિલે જપ્ત કરવામાં આવ્યું હતું. પોર્ટુગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુકત કરાયેલા લોકોમાં ૫ ભારતીયો, એક ફિલીપીનો નાગરિક અને એક એસ્ટોનીયન નાગરિકનો સમાવેશ થાય છે. આ કન્ટેનર જહાજને ઈરાન દ્વારા ઈઝરાયેલ સાથેના જોડાણના કારણે જપ્ત કરવામાં આવ્યું હતું. પોર્ટુગીઝે જપ્ત કરાયેલા જહાજમાંથી સાત ક્રુ મેમ્બર્સને છોડાવવાનું સ્વાગત કર્યું છે. પોર્ટુગલે હવે બાકીના ૧૭ ક્રુ સભ્યોને મુકત કરવાની માંગ કરી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનેવીએ ૧૩ એપ્રિલના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક કન્ટેનર જહાજ કબજે કર્યું હતું. વિમાનમાં ૧૭ ભારતીય નાગરિકો સવાર હતા. આ જહાજ છેલ્લીવાર ૧૨ એપ્રિલે દુબઈના કિનારે હોર્મુઝ સ્ટ્રેટ તરફ જતુ હોવા મળ્યું હતું. આ જહાજ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ઉગ્ર સંઘર્ષ દરમિયાન કબજે કરવામાં આવ્યું હતું.
જહાજને જપ્ત કર્યા પછી ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું, તે નિશ્ચિત છે કે આ જહાજ યહૂદી શાસન સાથે જોડાયેલું છે. ૧૪ એપ્રિલે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના ઈરાનના સમકક્ષ હોસેન અમીર-અબ્દુલ્લાહિયન સાથે ભારતીય ક્રુ મેમ્બરની મુક્તિ અંગે ચર્ચા કરી હતી. ક્રુની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરતા ડો. જયશંકરે ઈરાન પાસે મદદ માંગી હતી. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીય અધિકારીઓને ક્રુને મળવા દેવામાં આવશે. જહાજમાં ભારતીય ક્રુ મેમ્બરની સાથે ચાર ફિલિપીનો, બે પાકિસ્તાની, એક રશિયન અને એક ઓસ્ટોનિયન હતા. કેડેટ એન ટેસા જોસેફ, ૧૭ ભારતીય ક્રુ સભ્યોમાંથી એકમાત્ર મહિલા, ઈરાની દળોએ ટેન્કરને કબજે કર્યાના દિવસોમાં પછી ૧૩ એપ્રિલે મુક્ત કરવામાં આવી હતી. અધિકારીઓને બાકીના લોકોને મળવા દેવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial