Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીના દંપતી સહિત ચાર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૦: ઓખા મંડળમાં રહેતા એક મહિલાને છ મહિના પહેલાં પ્રેમજાળમાં ફસાવ્યા પછી એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી આ શખ્સના માતાએ લગ્ન માટે નાખેલુ માંગુ તે મહિલાએ ઠુકરાવતા મોરબીથી આવેલુ દંપતી તે મહિલાને પોતાની સાથે મોરબી લઈ ગયા હતા. ત્યાં પણ તેણી પર ઓખાના શખ્સે દુષ્કર્મ ગુજારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ઓખામંડળમાં વસવાટ કરતા એક મહિલા સાથે છએક મહિના પહેલાં પરિચયમાં આવેલા ઓખાની ગાંધીનગરી વાળા નાસીરઅલી તૈયબ બોલીમ નામના શખ્સે પ્રેમજાળ પાથરી હતી. આ મહિલાને લગ્ન કરવાની લાલચ બતાવી તેણીની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યો હતો.
ત્યારપછી નુરજાન તૈયબ બોલીમે પોતાના પુત્ર નાસીર સાથે લગ્ન કરવા તે મહિલા સમક્ષ માંગુ નાખ્યું હતું પરંતુ તે મહિલાએ ઈન્કાર કરતા નુરજાન તથા પુત્ર નાસીરઅલીએ તે મહિલાને ઘરે બોલાવી લગ્ન કરવા માટે દબાણ કરવા ઉપરાંત બદનામ કરવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારપછી આ મહિલાને ડરાવી ધમકાવી મોરબીના શાબીર કાદરમિયાં સૈયદ તથા કાજલ ઉર્ફે આરજુ શાબીર સૈયદ મોરબી લઈ ગયા હતા. જ્યાં પણ નાસીરઅલીએ સંબંધ બાંધી ધમકી આપી હતી. આ બનાવની તે મહિલાએ ગઈકાલે ઓખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૬, ૩૩૪, ૩૭૬ (ર) (એન), ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial