Advertisement
Author: નોબત સમાચાર

આઈએસઆઈ દ્વારા પાકિસ્તાનથી ઈ-મેઈલ મારફત સ્કૂલોને ધમકી આપીને ચૂંટણીમાં ભય ફેલાવવાનો પ્રયાસઃ ઘટસ્ફોટ

૫હેલાં રશિયા ડોલેઈનનો દાવો કરાયો હતો પરંતુ

નવી દિલ્હી તા. ૧૦: દિલ્હી અને ગુજરાતની કેટલીક શાળાઓને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપીને ભારતમાં ચાલતી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભય ફેલાવવાનું કાવતરૂ આઈએસઆઈએ ઘડ્યું હતું અને રશિયા નહીં, પણ પાકિસ્તાનથી ધમકીભર્યા ઈ-મેઈલ મોકલાયા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમે ખુલસો કર્યો છે. તેમાં આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા મેઈલ કર્યા હતાં તથા બોમ્બના ઈ-મેઈલમાં આઈએસઆઈની સંડોવણી ખુલી છે. દિલ્હી, અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી હતી.

વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો છે. તેમાં આઈએસઆઈના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેઈલ કરાયો હતો. અમદાવાદમાં મતદાન પહેલા સ્કૂલોને મેઈલ મારફતે ધમકી મળવાના મામલે આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા મેઈલ કર્યા હતાં. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમે આઈએસઆઈની સંડોવણી અંગે ખુલાસા કર્યા છે. તેમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યું છે.

દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે ૬ મે ના અમદાવાદની ર૩ જેટલી સ્કૂલને બોમ્બથી ઊડાવી દેવાની એક પછી એક સ્કૂલને ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકીંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ ઘટના સ્થળે ચેકીંગ કર્યું હતું, જો કે તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું,જો કે આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈ-મેઈલ પાકિસ્તાનથી થયા હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેઈનનો દાવો કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh