Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-સોમનાથ-ઓખા વચ્ચેની એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં બે સ્ટેશન પર નજીવો ફેરફાર

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૬ ટ્રેનના સમયમાં આંશિક ફેરફારઃ

રાજકોટ તા. ૧૦: આગામી ૧પ મે થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૬ ટ્રેનોના સંચાલન સમયમાં આંશિક ફેરફાર કરાયો છે, જેમાં ઓખા-સોમનાથ અને સોમનાથ-ઓખા ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

મુસાફરોની સગવડતા અને ટ્રેનોના સમય પાલનમાં સુધારો કરવા માટે પશ્ચિમ રેલવે ૧પ મે, ર૦ર૪ થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૬ ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફારો કરી રહી છે. વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર રર૯પ૭ ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન સમય ર૧-પપ કલાકના બદલે ર૧-૪પ કલાકે ઉપડીને સુરેન્દ્રનગર ૦૦.૦૧ કલાકે, થાન ૦૦-૩૦ કલાકે, વાંકાનેર ૦૦.પ૮ કલાકે, રાજકોટ ૦૧.૪પ કલાકે, ભક્તિનગર ૦ર.૧૦ કલાકે અને વેરાવળ ૦પ-૪પ કલાકે પહોંચશે.

ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી તેના નિર્ધારિત સમય ૧૦-૩પ કલાકના બદલે ૧૦-૩૦ કલાકે ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરબદલ નથી.

ટ્રેન નંબર રર૯પ૮ વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે ર૧-પ૦કલાકે ઉપડીને ભક્તિનગર ૦૦.પ૪ કલાક,ે રાજકોટ ૦૧.૦૮ કલાકે, વાંકાનેર ૦૧.પ૦ કલાકે, થાન ૦ર.૧૪ કલાકે, સુરેન્દ્રનગર ૦ર.પ૪ કલાકે અને ગાંધીનગર ૦પ.૪૦ કલાકે પહોંચશે.

ટ્રેન નંબર ૧૯૩૧૯ વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારપછી અન્ય કોઈ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન જૂનાગઢ ર૩.ર૧ કલાકે અને રાજકોટ ૦ર.૧૦ કલાકે પહોંચશે.

ટ્રેન નંબર ૧૯રપર ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારપછી અન્ય કોઈ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટ ૦૦.પ૦ વાગ્યે અને ભક્તિનગરમાં ૦૧.રપ વાગ્યે પહોંચશે.

ટ્રેન નંબર ૧૯રપ૧ સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં માત્ર ભક્તિનગર અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારપછી અન્ય કોઈ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન ૦ર.૧૧ કલાકે ભક્તિનગર અને ૦ર.૪૦ કલાકે રાજકોટ પહોંચશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh