Advertisement
Author: નોબત સમાચાર

ઈફકોના બિનહરિફ ચેરમેન બન્યા દિલીપ સંઘાણી

ડિરેક્ટરની ચૂંટણીમાં રાદડિયાનો વટ...

જામનગર તા. ૧૦: ઈફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ છે. ર૧ ડાયરેક્ટરે મતદાન કર્યું હતું. તેઓ બિનહરિફ જીત્યા છે. દિલીપ સંઘાણી સતત બીજી વખત ચેરમેન બન્યા છે. વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ થઈ છે.

ઈફકોના ચેરમેન તરીકે મતદાન પછી દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સતત બીજી વખત ચેરમેન તરીકે નિમણૂક પામ્યા છે. આ મતદાનમાં વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે.

આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફકોના ચેરમેન તરીકે નિયુક્ત થતાં તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે. જયેશ રાદડિયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી, જો કે સૌરાષ્ટ્રના ઈફકોના મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.

સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે ગુજરાતના ૧૮૧ માંથી પૈકી ૧ર૧ મતદરો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ૬પ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળળી ઈફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે બલવિરસિંઘની બિનહરિફ નિયુક્તિ થઈ છે. ર૧ ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવિરસિંઘને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે.

મૂળ અમરેલીના સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે, તો ઉત્તરપ્રદેશના વતની બલવિરસિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh