Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાળુઓ માટે ઘુમલીમાં ગણેશ સેવકો દ્વારા રાત્રિ મૂકામ સાથે મહાપ્રસાદની કરાશે વ્યવસ્થા

૧૧-૧ર મે ના લુણંગ ગણેશ દેવની જાત્રાએ આવતા

જામનગર તા. ૧૦: સમસ્ત મહેશ્વરી સમાજના પરમપૂજ્ય ઈષ્દેવશ્રી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલીમાં બરડા ડુંગરની તળેટીમાં ઐતિહાસિક તેમજ ભરપુર સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલ છે જ્યાં સોન કંસારીની પૌરાણિક જગ્યા તેમજ ડુંગરની ટોચેમાં આશાપુરાનું મંદિર પણ આવેલ છે.

આ પવિત્ર જગ્યામાં દર વર્ષે મહેશ્વરી સંપ્રદાયના જાત્રાળુઓ પવિત્ર ધામોની જાત્રા કરી વૈશાખ સુદ-૪ ના શ્રી ઘુમલીમાં શ્રી લુણંગ ગણેશ દેવની જગ્યામાં પવિત્ર જાત્રા કરવા આવે છે. આ પવિત્ર જાત્રામાં કચ્છ, જામનગર, મુંબઈ તેમજ જુદી જુદી જગ્યાએથી બહોળી સંખ્યામાં જાત્રાળુઓ પવિત્ર જાત્રા કરવા માટે ઘુમલીમાં રાત્રિ રોકાણ કરે છે.

આ વર્ષે 'અતિથિ દેવો ભવઃ', 'અન્ન ભેગા તેના મન ભેગા'ની ઉક્ત સાર્થક કરવાના પવિત્ર હેતુથી વૈશાખ સુદ-૪, શનિવાર, તા. ૧૧-પ-ર૦ર૪ ના આવનાર જાત્રાળુઓ માટે 'શ્રી ઘુમલી ગણેશ સેવકશ્રીઓ દ્વારા તા. ૧૧-૪-ર૦ર૪ ના સાંજે પાંચ કલાકે 'નૂતન ધ્વજારોહણ'', સાંજે ૭ કલાકે 'મહાપ્રસાદ' તથા તા. ૧ર-૪-ર૦ર૪ ના સવારે ૭ કલાકે પ્રસાદ તેમજ ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ પવિત્ર દિવસે જાત્રાળુઓની જાત્રામાં સહભાગી-સહયોગી થવા માટે તમામ મહેશ્વરી સંપ્રદાયને ઉપસ્થિત રહેવા 'શ્રી ઘુમલી ગણેશ સેવકો' દ્વારા અનુરોધ કરાયો છે તેમ શ્રી ઘુમલી ગણેશ સેવક વતી જયંત વારસાખિયાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh