Advertisement
Author: નોબત સમાચાર

મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યા પછી પણ વધુ વ્યાજની માગણી કરી મારકૂટ

યુવાન તથા તેના મિત્રને ધોકા-ઢીકાપાટુથી માર મરાયોઃ

જામનગર તા. ૧૦: જામનગરના એક યુવાને રૂા.૧૦ હજાર વ્યાજે લઈ રૂા.૨૪ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂા.ર હજારની માગણી કરી ત્રણ શખ્સે આ યુવાન તથા તેના મિત્રને ધોકાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે આવેલા શાંતિનગરમાં રહેતા વિશાલ રણછોડભાઈ ડાભી તથા વિપુલ નામના યુવાનો બુધવારે રાત્રે ગાંધીનગર સ્મશાન પાસે આવેલા તેમના ખેતરથી પરત જતા હતા ત્યારે માર્ગમાં રાંદલનગરવાળા યુવરાજસિંહ જાડેજા તથા બે અજાણ્યા શખ્સે તેઓને રોકી લીધા હતા.

આ શખ્સોમાંથી યુવરાજસિંહે વ્યાજના રૂા.૨ હજાર બાકી છે તેમ કહી રૂા.૧૦ હજારની સામે રૂા.૨૪ હજાર જ આપ્યા છે તેમ કહી ઉઘરાણી કરતા વિશાલે મારી પાસે હવે પૈસા નથી તેમ કહેતા યુવરાજસિંહ અને બે અજાણ્યા શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. યુવરાજસિંહે ધોકાના ફટકા માર્યા હતા અને વિપુલને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુથી ધોકાવી નાખ્યો હતો. આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આઈપીસી, જીપી એક્ટ તથા નાણા ધીરધાર અધિનિયમની કલમોે હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh