Advertisement
Author: નોબત સમાચાર

પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ જામનગરમાં યોજાઈ આહ્વાન બાઈક રેલીઃ મહા આરતી

છોટીકાશીના બ્રહ્મદેવ સમાજ દ્વારા કરાયું હતું આયોજનઃ ભીડભંજન મહાદેવ મંદિરેથી થયું હતું પ્રસ્થાનઃ

બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ આહ્વાન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૯ અને ગુરુવારે સાંજે ૪-૩૦ કલાકે ભીડભંજન મહાદેવ મંદિરથી આ આહ્વાન બાઈક રેલી પ્રસ્થાન થઈ હતી. જે લાલબંગલા, મીગ કોલોની, રણજીતનગર, પટેલ સમાજ, હિંગળાજ ચોક, જોલી બંગલા, ઓશવાળ હોસ્પિટલ રોડ, હવાઈચોક, પંચેશ્વર ટાવર થઈ તળાવની પાળે દુઃખભંજન મહાદેવના મંદિર પાસે પૂર્ણ થઈ હતી. જ્યાં સાંજે સાત વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. આ બાઈકરેલીમાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો વગેરે જોડાયા હતાં. તેમ બ્રહ્મદેવ સમાજ જામનગર જિલ્લા મીડિયા વિભાગના સચિન જોશીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh