Advertisement
Author: નોબત સમાચાર

દરેડ ઉદ્યોગનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ

જામનગર તા. ૧૦: જામનગરના સરલાબેન ત્રિવેદી આવાસમાં રહેતા મૂળ કોલકાતાના એક યુવાન બપોરે પોતાના ઘરમાં સુઈ ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે દરેડ જીઆઈડીસી ફેસ થ્રીમાં એક કારખાનામાં રાત્રિના સમયે નિદ્રાધીન થયેલા પરપ્રાંતિય શ્રમિકનું ઉંઘની હાલતમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી આવાસમાં બી/૨-૬૦૪માં  વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહેતા પ્રાસુ સોમ નામના સત્યાવીસ વર્ષના બંગાળી યુવાન ગઈ તા.૨૭ની બપોરે પોતાના રહેણાંકમાં સુઈ ગયા પછી સાંજ સુધી નહીં ઉઠતા આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું મહાદેવ સોમએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ થ્રીમાં તુષાર પટેલ નામના આસામીના કારખાનામાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના દતીયા જિલ્લાના ગોવિંદનગર ગામના વતની કુંવરસિંગ જગરામસિંગ જાટવ (ઉ.વ.૩૬) નામના યુવાન ગઈ તા.રની રાત્રે સુઈ ગયા પછી સવારે બેશુદ્ધ જેવી હાલતમાં જોવા મળતા તેમના પત્ની રીનાબેન જાટવે પતિને સારવારમાં ખસેડયા હતા. આ યુવાનને તબીબોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh