Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક સ્પામાં રખાયેલા બાળ શ્રમિકને મુક્ત કરાવતી એએચટીયુ ટીમ

સ્પાના બે સંચાલક સામે નોંધાયો ગુન્હોઃ

જામનગરમાં પંચવટી વિસ્તારમાં એક સ્પામાં રોજના દસ કલાક અને મહિનાના રૂા.૮ હજાર લેખે એક કિશોર પાસે હાઉસ કીપીંગનું કામ કરાવાતું હતું. તેની બાતમી પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમને મળતા ત્યાં દોડી ગયેલી ટીમે આ સગીરને મુક્ત કરાવી સ્પાના બે સંચાલક સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરમાં કેટલાક સંસ્થાનોમાં સગીરો પાસે કામ કરાવી તેઓનું શારીરિક તથા આર્થિક શોષણ કરાતું હોવાની ઉઠેલી બૂમ વચ્ચે પોલીસની એએચટીયુ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પી.એન. માર્ગ પર પંચવટી નજીક ભૂત બંગલા સામે એક કિશોર પાસે કામ કરાવાતું હોવાની બાતમી મળી હતી.

બાતમીના પગલે ટીમના પીઆઈ એન.ડી. સોલંકી તથા ટીમે ઓશિયાનીક સોલીટેર નામની બિલ્ડીંગમાં ગોલ્ડન સ્પામાં તલાશી લેતાં ત્યાંથી સાડા પંદર વર્ષની વયનો એક કિશોર રોજના દસ કલાક લેખે સફાઈ કામ કરતો મળી આવ્યો હતો. આ કિશોરને મુક્ત કરાવી સ્પાના સંચાલક રાજકોટના સહકાર મેઈન રોડ પર સાધના સોસાયટીમાં રહેતા કેતન ભૂપતભાઈ ચોટલીયા તથા યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા મનિષ રમણીકલાલ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh