Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામોમાં
ખંભાળીયા તા. ૧૦: ધો. ૧ર સાયન્સ, આર્ટસ, કોમર્સના પરિણામોમાં દ્વારકા જિલ્લાનું ખૂબ જ ઊંચુ પરિણામ આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થતા વાલીઓ તથા છાત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાએ એક મુલાકાતમાં જણાવેલ કે, દ્વારકા જિલ્લામાં ધો. ૧ર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ ૮ર.૪પ ટકા સામે દ્વારકા જિલ્લાનું પરિણામ ૮૬.૪૬ ટકા છે. ર૦ર૩ માં ૭૧.૦પ ટકા પરિણામ દ્વારકા જિલ્લાનું હતું. જેમાં આ વખતે ૧પ.૪ર ટકા પરિણામ ઉંચુ આવ્યું છે.
તેની સામે સામાન્ય પ્રવાહમાં બોર્ડનું ૯૧.૯૩ ટકા પરિણામ સામે દ્વારકા જિલ્લાનું પરિણામ ૯પ.૦૩ ટકા આવ્યું છે. માર્ચ-ર૦ર૩ માં દ્વારકા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૦.૯૦ ટકા હતું. જે ૯પ.૦૩ ટકા થતા ૧૪.૧૩ ટકા પરિણામ ઉંચુ ગયું છે.
દ્વારકા જિલ્લાના વિંજલપુરની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય, રાજપરા હાઈસ્કૂલ, રાજપરા કલ્યાણપુર, શિવમ ગર્લ્સ હાઈસ્કૂલ-ખંભાલિયાના ૧૦૦ ટકા પરિણામો. આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial