Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ પશ્ચિમ બંગાળના શખ્સે શરૂ કર્યું હતું દવાખાનુઃ
જામનગર તા. ૧૦: જામનગર તાલુકાના સચાણા ગામમાં એક મકાન ભાડે રાખી તેમાં મૂળ પશ્ચિમ બંગાળનો શખ્સ પોતે ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો મળી આવ્યો છે. આ શખ્સના કહેવાતા દવાખાનામાંથી પોલીસે દવા, તબીબી સાધનો કબજે કર્યા છે.
જામનગર-જોડિયા ધોરી માર્ગ પર આવેલા સચાણા ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં દવાખાનુ ચલાવી અજાણ લોકોની જિંદગી તથા સ્વાસ્થ્ય જોખમમાં મુકતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે સચાણામાં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી મચ્છીપીઠમાં શકીનાબેન હાસમભાઈ નામના મહિલાના મકાનમાં ચકાસણી કરાતા ત્યાં મૂળ પશ્ચિમ બંગાળના દિનાજપુર જિલ્લાનો વતની અને હાલમાં શકીનાબેનના મકાનમાં ભાડેથી રહેતો ઈસ્માઈલ આલમરાહી શેખ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ તે મકાનમાં દવાખાનુ ચલાવતો હતો. તેની પાસે પોલીસે ડિગ્રી જોવા માંગતા આ શખ્સે પોતાની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના કહેવાતા દવાખાનામાંથી દવા તેમજ તબીબી સાધનો કબજે કરી મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial