Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોરે સુનાવણી પછી આજે મહત્ત્વનો ફેંસલોઃ
નવી દિલ્હી તા. ૧૦: લિકર પોલિસી કૌભાંડ કેસમાં કેજરીવાલને વચગાળાના જમીન અંગે સુપ્રિમ કોર્ટમાં આજે બપોરે સુનાવણી પછી ફેંસલો થનાર હોવાથી સૌની નજરો મંડાયેલ છે. અને આ ચુકાદા પછી તેની રાજકીય ક્ષેત્રે થનારી અસરોની ચર્ચા થઈ રહી છે.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રીંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રિમ કોર્ટે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. સુનાવણી પછી આખરે ચૂકાદો આપવા હોવાની અહેવાલો છે.
કેન્દ્રિય તપાસ એજન્સીએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે, 'કોઈપણ નેતાને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી. પછી ભલે તે ચૂંટણી લડતા ના હોય.' એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ર૧ માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરી હતી. આ ધરપકડ સામે કેજરીવાલે સુપ્રિમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેના પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી પછી બપોરે ચૂકાદો આવે, તેના પર સૌની નજરો મંડાયેલી હતી.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડરીંગ કેસમાં ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહેલી બેન્ચની અધ્યક્ષતા કરનારા ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે, 'વચગાળાના જામીન મુદ્દે અમે શુક્રવારે નિર્ણય સંભળાવીશું. ધરણકડને પડકારતી કેજરીવાલની અરજી પર પણ આ જ દિવસે નિર્ણય કરવામાં આવશે. તે મુજબ આજે સુનાવણી પછી બપોરે બે વાગ્યે સુનાવણી શરૂ કરી હતી અને કેજરીવાલને ૧ જુન સુધીના જામીન મળ્યાના અહેવાલો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial