Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે જામનગરથી ૨૫ કિ.મી. દૂર
જામનગર તા. ૧૦: જામનગર-કાલાવડ રોડ પર જામનગરથી ૨૫ કિ.મી. દૂર સપડામાં ટેકરી પર બિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં કાલે વૈશાખી ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના અને હવન સાથે વૈશાખી ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન મંદિરના મહંત મિલનગીરી મહારાજ (બ્રહ્મલીન ગુરૂ હરીગીરી મહારાજ)ના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.
આવતીકાલે તા.૧૧-૫-૨૪ના શનિવારના સવારે ૭:૩૦ વાગ્યાથી પૂજા-અર્ચના અને હવન થશે. હોમાત્મક હવનના મુખ્ય યજમાનપદના અ.સૌ. ઉર્જાબેન રોનકભાઈ બદિયાણી તથા રોનકભાઈ અશોકભાઈ બદિયાણીએ લાભ લીધો છે. ગં.સ્વ. હર્ષિદાબેન અશોકભાઈ બદિયાણી, યશ અશોકભાઈ બદિયાણી, અ.સૌ. નેહાબેન યશભાઈ બદિયાણી તથા સ્વ. અશોકભાઈ વ્રજલાલ બદિયાણીએ સહયોગ આપ્યો છે.
આવતીકાલે વૈશાખી ગણેશ ચતુર્થી મહોત્સવમાં સવારે ૬ વાગ્યે મંગળા આરતી, સવારે ૭ વાગ્યે ધ્જાજીનું પૂજન, સવારે ૭:૩૦ વાગ્યે નવગ્રહ પૂજન, સવારે ૮:૩૦ વાગ્યે મહાયજ્ઞનો આરંભ, સવારે ૧૧:૩૦ વાગ્યે ગણપતિ ભગવાનને થાળ, બપોરે ૧૨ વાગ્યે બીડુ હોમાશે અને ત્યારપછી બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial