Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ૫.નવતનપુરીધામ ખીજડા મંદિરનું થશે નવનિર્માણ
જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આદ્યપીઠ પ. નવતનપુરી ધામ ખીજડા મંદિર ૪૦૦ વર્ષ જુનું છે. આ મંદિરને ભૂકંપ સમયે અને કાળાંતરે નુકસાન થયું હતું અને ખૂબ જ જિર્ણ હાલતમાં આવી ગયું હતું. વચ્ચે આ મંદિરનું રીનોવેશન કરાયું હતું, પણ હવે આ મંદિરનું સંપૂર્ણ નવનિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અખાત્રીજના પાવન દિવસે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યાસિંહજીના હસ્તે નિર્માણાધિન મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ શિલાન્યાસ સમારોહમાં પ નવતનતુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ, પ મહામંગલપુરી ધામ, સુરતના ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ, સદાનંદજી મહારાજ, અમૃતરાજજી મહારાજ, જગતરાજજી મહારાજ, ટહલકિશોરજી મહારાજ, અન્ય સંતો-મહંતો, મોટી સંખ્યામાં સુંદરસાથજી, ભાવિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial